મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીનું કામગીરીમાં લોકોનો ધસારો હોય છે અને આગામી તા 15 એપ્રિલથી બમણી જંત્રી લાગુ થઈ રહી છે ત્યારે જૂની જંત્રી મુજબ લોકો તેની મિલકતના દસ્તાવેજ કરાવી શકે તેના માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાણીના સમયમાં વધારો કરવામાં આવે તેના માટે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે
મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જાનવ્યું છે કે, સરકારે જંત્રીના દરમાં બમણો વધારો કરેલ છે જે આગામી 15 એપ્રિલથી અમલમાં આવે છે તે પહેલા જુના જંત્રી દરથી જમીન મકાનના દસ્તાવેજ કરવા માટે લોકો મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીએ આવી રહ્યા છે ત્યારે દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો કરવામાં આવે તો વધુમાં વધુ મિલકત ધારકોને તેનો લાભ મળી શકે તેમ છે તેમજ દસ્તાવેજના કામ માટે આવતા લોકો માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બેસવા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે