મોરબીની જેલમાં બંદીવાન ભાઈઓ માટે ટી.બી.- એચ.આઇ.વી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2023

મોરબી સબ જેલ ખાતે સુભિક્ષા પ્રોગ્રામ અંતર્ગત જેલમાં નવા આવેલ આરોપીઓ માટે ટી.બી.અને એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંદિવાન ભાઇઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ટી.બી તથા એચ.આઇ.વી. ના લક્ષણો, થવાના કારણો અને નિવારણ માટેની જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ પ્રોગ્રામને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા હાજર રહેલ હતા