એસો.નાં જનરલ સેક્રેટરી કાંતિભાઇ બાવરવાની મુખ્યમંત્રીને રજુઆત
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-03-2023એક સમયે મોરબી સૌરાષ્ટનું પેરીસ ગણાતું હતું. તેમજ જોવા લાયક સ્થળોના કારણે લોકો પોતાના પ્રવાસમાં મોરબીનો સમાવેશ અચુક કરતા હતા પરંતુ હાલમાં મોરબી ના તો સૌરાષ્ટ્રના પેરીસની ઓળખ ધરાવે છે. ના તો પ્રવાસના ક્ષેત્રે જોવા લાયક સ્થળમાં સ્થાન ધરાવે છે મોરબીને પેરીસની પોતાની ઓળખ માટેનો તંત્ર દ્વારા સાફ સફાઈ અને સુદર રસ્તાઓનું આયોજન કરવું જરૂરી છે. જે માટે તંત્રની ઈચ્છા શક્તિનો સંપૂણ અભાવ જણાય છે. મોરબીને પ્રવાસન ક્ષેત્રે મહત્વની ઓળખ આપવતા અને મોરબીની આગવી ઓળખ ઉભી કરતા જોવા લાયક સ્થળોને પુન: સ્થાપીત કરવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

સિરામિક અને ધડીયાળ ઉદ્યોગમાં વિશ્વ લેવલે નામ ધરાવતા મોરબીની સ્થાનિક હાલત ખુબજ બદતર છે. ના તો સફાઈ છે, ના તો દરેક વિસ્તારને નિયમિત સારું પીવાનું પાણી, ના તો સારી ગટર વ્યવસ્થા, ના તો સારા રોડ રસ્તા, ના તો ટ્રાફિકની સમસ્યાનો કાયમી વિગેરે અનેક સમસ્યા છે અને તંત્રમાં આવતી કરોડોની ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરાવી શકનાર કોઈ આગેવાન કે અધિકારી પણ નથી.

હાઇકોર્ટ દ્વારા ગુજરાતના બ્રીજો ને સ્મારકામ કરવા માટેની નીતિ નક્કી કરવાનું જણાવવામાં આવેલ છે. તેવી જ રીતે જુના બાંધકામો કે જે ભવ્ય ભૂતકાળ અને આપણી સંસ્કૃતિનો અમુલ્ય વરસો છે તેને જાળવવા તથા તેનું સમારકામ કરાવવા માટેની પણ કોઈ નીતિ સરકાર નક્કી કરે અને તે મુજબ સારા કામો કરે તેવું આયોજન કરવા રજૂઆત કરી છે મોરબીનો વાઘમહેલ કે જેને મણી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યોગ્ય જાણવણી સાથે લોકોને જોવા માટેનું યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવી ને લોકો માટે ખુલ્લું મુકવા માટે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે. મોરબીનો જુલતો પુલ જે હાલમાં તૂટી જવા પામેલ છે.

તે મોરબીની જનતા માટે મોરબીના મહારાજા દ્વારા આપવામાં આવેલ અમુલ્ય ભેટ હતી. તેને ફરીથી યોગ્ય ડીઝાઇન તથા યોગ્ય કામગીરી અને નીતિ નિયમો સાથે ફરીથી રીપેરીંગ કરીને મોરબીની જનતા માટે ખુલ્લો મુકવા આવે તેવી માંગણી કરેલ છે મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ કે જે મોરબીના મહારાજાનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ હતો તે બતાવે છે. અને પોતાના રાજ્યમાં સારું ઉચ્ચશિક્ષણ સ્થાનિક લેવલે મળી રહે તે માટે પોતાનો જુનો રાજમહેલ કોલેજ બનાવવા માટે આપેલ હતો તે બિલ્ડીંગ રીપેર થાય તો તે પણ એક જોવા લાયક સ્થળમાં સમાવી શકાય તેમ છે મોરબીની નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાના બજેટમાં રીવર ફ્રન્ટ બનાવવા માટેનું આયોજન કરવાની જોગવાઈ કરવામાં આવેલ પરંતુ સ્થાનિક સતાધીસોને આવા કામમા બિલકુલ રસ ન હોવાથી આ કામ દિવાસ્વપ્ન સમાન રહ્યું ગયું છે જેથી આ કામોને અગ્રતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો કે, આ કામ ધ્યાને લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.






























