Wednesday, January 22, 2025
HomeFeatureમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ વચગાળાની જામીન અરજી નામંજૂર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ વચગાળાની જામીન અરજી નામંજૂર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-03-2023

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં  પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીની ધરપકડ થઈ હતી. જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં આજે કોર્ટે હુકમ સંભળાવતા વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે.

આ વચગાળાની અરજી મામલે ત્રણ દિવસ પૂર્વે તા. 04 માર્ચે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી ધારદાર દલીલો રજુ કરી હતી.આમ બંને પક્ષે પોતપોતાની દલીલો રજુ કરી હતી. જે બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી અને હુકમ સંભળાવવા માટે તા. 07 માર્ચ આપવામાં આવી હતી.

બચાવ પક્ષે બેન્કના કામ અને હાઈકોર્ટના પીડિતોને સહાય ચૂકવવાના આદેશનો હવાલો આપી વચગાળાના જામીન આપવા દલીલો રજુ કરી હતી. જ્યારે સરકારી વકીલે સામે દલીલો રજુ કરી હતી કે જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. તેમજ એક માસથી જેલમાં બંધ છે છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી.

જેમાં આજે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. જેથી જયસુખ પટેલને કોઈ રાહત મળી નથી અને હાલ તેઓને જેલમાં જ રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા અને બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!