ઈજાગ્રસ્તોને પણ રૂા.બે લાખ ચૂકવો: ઓરેવા કંપનીને હાઈકોર્ટનું ફરમાન, નગરપાલિકાની બેદરકારીની પણ લીધી ગંભીર નોંધ
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-02-2023મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી હતી. જેને લઇ હાઇકોર્ટમાં મૃતકોના પરિવારજનોએ વળતરની માંગ સાથે હાઇકોર્ટ અરજી કરી હતી ત્યારે આજે હાઇકોર્ટ દ્વારા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો અને ઇજાગ્રસ્તને બે લાખ રૂપિયા સહાય ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, દિવાળી બાદ બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર આજે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા.

મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે અણિયારા પ્રશ્નો કર્યા છે. ગત 30 ઓક્ટોબરે ઝૂલતા પુલની દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોતમાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે નસ્ત્રશા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?

રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,સ્ત્રસ્ત્ર એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ અજન્તા કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે કે (2008માં કરાયેલા કરારને) 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો, એવી પણ હાઈકોર્ટે નોંધ લીધી હતી.












































