શ્રી મારૂ કંસારા સોની સમાજ ના આર્ટ ગ્રુપ “કલાવૃંદ” દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિતે “ત્રિરંગી સ્પર્ધા” નું આયોજન કરાયું હતું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-02-2023

સ્પર્ધા અંતર્ગત કાવ્ય લેખન / ચિત્ર/ વેશભૂષા જેવા વિષય પર સ્પર્ધા યોજાયી હતી. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. કલાવૃંદ સમિતિના નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોને વિજેતા જાહેર કર્યા હતા જેમાં ( કાવ્ય/હાઈકુ સ્પર્ધામાં) પ્રથમ ક્રમે કિશોરભાઈ બારમેડા, દ્વિતીય ક્રમે કવિતા સોલંકી અને ડો.શૈલેષ બારમેડા, તૃતીય ક્રમે ધારા બારમેડા વિજેતા જાહેર કરાયા હતા, જયારે (ચિત્ર સ્પર્ધા)માં પ્રથમ ક્રમે દીશિતા કટ્ટા, દ્વિતીય ક્રમે વૈનવી કોટડીયા અને તૃતીય ક્રમે ધ્રુવીન કટ્ટા જાહેર કરાયા હતા. જયારે (વેશભૂષા) સ્પર્ધામાં પ્રથમ ક્રમે ક્રિશલ સોની, દ્વિતીય ક્રમે નવ્યા પોમલ, દ્વિતીય ક્રમે દિયા/રાજવીર કટ્ટા અને તૃતીય ક્રમે પિહુ પોમલને વિજેતા જાહેર કરાયા હતા. દરેક વિજેતાઓને ઈ-સર્ટિથી નવાજવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે અતુલ ભાઈ સોની, ડો. મહેન્દ્રભાઈ છાત્રારા, પૂજા કટ્ટા, જય સોની, સીમા સોલંકી, દીપા બુદ્ધ, માનસી સોની, કેવલ કટ્ટાએ સેવા આપી હતી.એમ કલાવૃંદના સ્થાપક મહેશ ભાઈ સોની (ચિત્રકાર) એ જણાવ્યું હતું.