સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે અંગે લોનમેળાનું આયોજન કરતી વાંકાનેર પોલીસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-02-2023

(અજય કાંજીયા) વાંકાનેર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં યોજાયેલ આ લોકમેળા તથા લોક દરબારમાં જરૂરીયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીય બેન્કો તથા સહકારી બેન્કોના પ્રતિનિધિઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આમ નાગરિકોને વિવિધ પ્રકારની લોન વિશે માહિતી પુરી પાડી હતી

જેમાં વાંકાનેર સીટી પીઆઈ કે એમ છાસિયા, પીઆઈ વી પી ગોલ, પીએસઆઈ વી આર સોનાર, પીએસઆઈ એન એમ ગઢવી, પોલીસ સ્ટાફ ઉપરાંત અમીત્સિંહ રાણા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના નીલેશભાઈ રાઠોડ, વાંકાનેર તાલુકાની સરકારી-ખાનગી અને સહકારી બેંકના અધિકારી તેમજ કર્મચારી હેલ્પ ડેસ્ક પર હાજર રહ્યા હતા