નખત્રાણા : પાથૅ પ્રફુલ્લ ભાઈ કંસારાએ ભારતના ટોપ 10 વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરમાં 4થો ક્રમ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2023

નખત્રાણાના યુવાન પાથૅ પ્રફુલ્લ ભાઈ કંસારા INW Awards દ્વારા વષૅ 2022 ભારત ના ટોપ 10 વાઈલ્ડ લાઇફ એન્ડ નેચર ફોટોગ્રાફરો ઓલ ઈન્ડિયા મા 4th (ચોથુ સ્થાન ) પ્રાપ્ત કરી કરછ નો તેમજ મારૂ કંસારા સોની સમાજ પરીવાર નુ ગૌરવ વધારેલ છે ને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. આ અગાઉ પાથૅ કંસારા 2020 અને 2021 મા બેસ્ટ વાઈલ્ડ એન્ડ નેચર ફોટોગ્રાફર ઓફ ગુજરાત નો ગુજરાત સરકાર દ્વારા ખિતાબ મેળવેલ, તે સાથો સાથ 2021 મા જંગલ ફેમ્સ એન્ડ સેરોનીટ રીસોર્ટ દ્વારા કન્હા નૈશનલ પાકૅ (મધ્યપ્રદેશ) ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા જંગલ ફૈમસ ઓન ફિલ્ડ્ ફોટોગ્રાફી કોન્ટેસ્ટ સિજન -1 મા ઓલ ઈન્ડિયા મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રૂપિયા 25000/- નુ ઈનામ તેમજ ટ્રોફી અને સન્માનપત્ર મેળવીને સમગ્ર ભારતમાં 1st (પ્રથમ સ્થાન) મેળવ્યો હતો.