નખત્રાણા: શ્રી મારુ કંસારા સોની સમાજ ધાર્મિક ગ્રુપ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-01-2023

નખત્રાણા: ગત મકર સંક્રાંતિ નિમિતે અગાઉ નક્કી કર્યા મુજબ ગાયો ને લીલો ઘાસચારો, કૂતરાને રોટલા પક્ષીને ચણ આપવાનું કાર્ય કરવામાં આવેલ  હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના દાતા ઓ દ્વારા ફંડ પણ આપવામાં આવેલ હતું, નખત્રાણાની આજુબાજુ ની કુલ 500 જેટલી ગાયો ને જુદી જુદી જગ્યાએ ધાર્મિક ગ્રુપમાં આગેવાનો રૂબરૂ જાતે વિતરણ કરેલ હતું,

 ઠેર ઠેર કુતરાઓ ને રોટલા તેમજ મોટી સંખ્યા માં પક્ષીઓ ના નિવસ્થાન પાસે ચણ નાખવામાં આવેલ હતું,દાતાઓ દ્વારા અપાયેલ દાન નો પૂર્ણ રીતે સદુપયોગ કરવામાં આવેલ હતું, આ કાર્ય માં ધાર્મિક ગ્રુપમાં ના તમામ સભ્યો એ જાત મહેનત કરી હતી ત્યારબાદ ધાર્મિક ગ્રુપ મહિલા મંડળ  દ્વારા ભગવાન શ્રીસત્યનારાયણની કથાનો આયોજન કરવામાં આવેલ હતું, જેમા દમિયંતીબેન ભરતભાઈ કટ્ટા, કૃપાબેન સતિષભાઈ બગ્ગા, કલ્પનાબેન જયેશભાઈ કટ્ટા એમ ત્રણ જોડલા બેઠા હતા અને હરેશ મારાજ ના આચાર્ય પદે કથા નું રસપાન કરાવેલ ત્યારબાદ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બટુકભાઇ વી કટ્ટા જાતે બનાવીને સેવા આપી હતી કકડતી ઠંડી માં પણ મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા દાતાઓ નો આભાર માનવામાં આવેલ હતો. કાર્ય ક્રમ ને સફળ બનાવવા સમિતિના કન્વિનર નીતીનભાઇ મહેન્દ્રભાઇ બગ્ગા, કન્વિનર કલ્પનાબેન જયેશભાઇ કટ્ટા, ખજાનચી જયેશભાઇ આર કટ્ટા સહિત ધાર્મિક સમિતિના હોદેદારોએ  જહેમત ઉઠાવી હતી  તેવું મહેશ ભાઈ સોની તેમજ પૂજા ભરત ભાઈ કટ્ટા એ જણાવ્યું હતું