વાંકાનેર: ટ્રેનની હડફેટે ચડતા યુવાનનું કમકમાટીભર્યું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-01-2023

વાંકાનેર: આજે બપોરના 12 વાગ્યાની આસપાસ વાંકાનેર ભાટિયા સોસાયટી પાસે આવેલ રેલ્વે ટ્રેક પરથી એક માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો યુવક આ ટ્રેનની હડફેટે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ગુડ ટ્રેનને ત્યાં રોકી દેવામાં આવી હતી અને લોકો એકઠા થઈ ગયા હતા. ટ્રેનના પાયલોટે રેલવે પોલીસને જાણ કરતા રેલ્વે પોલીસ ત્યાં દોડી આવી હતી. મૃતકને PM માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. (રિપોર્ટ: અજય કાંજીયા)