ગુજરાતમાં 62 ટકા રવી પાકની વાવણી પુર્ણ: ચણામાં 22 ટકા ઘટાડો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2022

ગુજરાતમાં રવિ પાકોની વાવણી હવે અડધા ઉપર થઈ ગઈ છે અને સરકારી આંકડાઓ મુજબ રાજયમાં સરેરાશ વાવેતરની તુલનાએ 62 ટકા જેટલી વાવણી પૂર્ણ થઈ ગઈ છે. ખાસ કરીને ચણાના વાવેતરમાં 22 ટકાનો ઘટાડો થયો છે. જયારે ઘઉંના વાવેતરમાં 66 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ચણાના વાવેતરમાં 22 ટકાનો ઘટાડો થયો છે. જયારે ઘઉંના વાવેતરમાં 66 ટકાનો વધારો થયો છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર પાંચમી ડિસેમ્બર સુધીમાં રાજયમાં કુલ રવિ વાવેતર 26.01 લાખ હેકટરમાં થયું છે.

જે ગત વર્ષે આ સપ્તાહ સુધીમાં 25.17 લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં 11 ટકાનો વધારો બતાવે છે. રાજયમાં ઘઉંનું વાવેતર 6.69 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે ચાર લાખ હેકટરમાં થયું હતું. આમ 66 ટકાનો વધારો બતાવે છે. ચણાનું વાવેતર નીચા ભાવને કારણે 22 ટકા જેટલુ ઘટીને 5.07 લાખ હેકટર થયું છે. ચણાનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સરેરાશ 7.75 લાખ હેકટરમાં થયું હતું. મસાલા પાકોની વાત કરીએ તો ધાણાના વાવેતર બમણા થયા છે. જયારે જીરૂના વાવેતરમાં 16 ટકાનો ઘટાડો થયો છે. જો કે સિઝનને અંતે જીરૂમાં ઘટાડો આવશે. પરંતુ ધાણાના વાવેતરમાં દોઢાથી પોણા બે ગણો વધારો થાય તેવી શકયતા છે.

જુવારના વાવેતરમાં 52 ટકા વધારો દેખાય છે ગત વર્ષે 9851 હેકટરમાં તયેલ વાવેતરમાં વધારો થઈ 14982 હેકટરમાં વાવેતર નોંધાયું છે. મકાઈમાં પણ ધરખમ વધારો થયો છે. આ વર્ષે 70 ટકા વધારા સાથે 84995 લાખ હેકટરમાં વાવેતર થયું છે. પરંતુ રાયડાના વાવેતર 4 ટકા ઘટયું છે. ગત વર્ષે 299029 લાખ હેકટરમાં થયું હતું. જયાં આ વર્ષે 287832 લાખ હેકટરમાં થયું છે. સૌથી મોટો વધારો ધાણામાં થયો છે. 103 ટકાના વધારા સાથે 1.75 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું છે.