સી.આર પાટીલે કાર્યકર્તાઓનો માન્યો આભાર, કહ્યું- ‘આ વખતે ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતશે’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-12-2022

ચૂંટણીમાં સારી રીતે કામ કરવા માટે સી.આર પાટીલે બધાનો આભાર માન્યો હતો. કહ્યું કે, ‘ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓએ સારી રીતે કામગીરી કરી છે. અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું તેના માટે ગુજરાતની તમામ મતદારોનો હું આભાર માનું છે.’

ગુજરાત: ચૂંટણીમાં સારી રીતે કામ કરવા માટે સી.આર પાટીલે બધાનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે પ્રધાનમંત્રીનો પણ ખાસ આભાર માન્યો હતો. પટીલે કહ્યું કે, ‘ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓએ સારી રીતે કામગીરી કરી છે. અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું તેના માટે ગુજરાતની તમામ મતદારોનો હું આભાર માનું છે.’ વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.

ભાજપને જંગી બહુમતી મળવાની છે: પાટીલ

સીઆર પાટીલે દાવો કર્યો છે કે, આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળવાની છે. આ સાથે જ તેમણે ગુજરાતની તમામ લોકોનો આભાર માન્યો હતો. આ સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ગુજરાતની જનતાને ભાજપ પર ભરોસો છે અને ભાજપના પક્ષમાં લોકોએ મત કર્યા હશે. મતદાન સમયે કાર્ય કરતા કાર્યકરો, યુવાનો અને ભાજપ સાથે જોડાયેલા લોકોએ સારી એવી કામગીરી કરી છે. તે માટે તે દરેક લોકોનો આભાર માન્યો છે.

તમામ કાર્યકર્તાઓનો પણ આભાર: પાટીલ

પાટીલે કહ્યું કે, ‘આ વખતે રેકોર્ડ સાથે બેઠકો જીતવાની છે. અને તેના માટે પ્રધાનમંત્રી મોદી અને ભાજપના ઘણા નેતાઓ પ્રચાર માટે આવ્યા હતો. રોડ શો અને જાહેર સભાઓ દ્વારા પ્રચાર કરી ગુજરાતમાં ભાજપની બહુમતી માટે સમય આપ્યો છે. તેના માટે તે તમામ લોકોનો હું આભાર માનું છું?

8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Elections 2022) બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના 182 બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, આગામી 8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.