IT મંત્રાલય ટૂંક સમયમાં ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવવાની તૈયારીમાં,ગુગલ અને ફેસબુક સામે પણ ગાળિયો ક્સાસે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-12-2022

ઈલેક્ટ્રોનિક્સ અને IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહે છે, ‘અમે ટૂંક સમયમાં ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવવા જઈ રહ્યા છીએ જે વર્તમાન IT એક્ટનું સ્થાન લેશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

ગુગલ અને ફેસબુક જેવા મોટા ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર તમામ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે, પરંતુ સાઈબર ફ્રોડની ફરિયાદમાં પણ ગુગલને પક્ષકાર બનાવવામાં આવતા ન હોવાને કારણે ગૂગલ અને ફેસબુક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે દેશના વર્તમાન આઈટી નિયમમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.બીજી તરફ આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સરકાર પણ ઝીણવટભરી તૈયારીઓ કરી રહી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહે છે, ‘અમે ટૂંક સમયમાં ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવવા જઈ રહ્યા છીએ જે વર્તમાન IT એક્ટનું સ્થાન લેશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. જે પ્લેટફોર્મ પર છેતરપિંડી થશે, તેને રોકવાની જવાબદારી તે પ્લેટફોર્મની રહેશે. તેઓ તેનાથી બચી શકતા નથી. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે વર્તમાન આઇટી કાયદાના નિયમો એકથી નવમાં જણાવાયું છે કે પ્લેટફોર્મ પર છેતરપિંડી અટકાવવાની જવાબદારી પ્લેટફોર્મની રહેશે. પરંતુ અમે પ્રસ્તાવિત કાયદામાં ખૂબ જ વ્યાપક ફેરફારો લાવી રહ્યા છીએ.

IT કાયદા અને સાયબર છેતરપિંડી નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વકીલ પવન દુગ્ગલ કહે છે, ‘આ વર્ષે ઓક્ટોબરમાં આઈટી નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે ગૂગલ અને ફેસબુકે તેમના પ્લેટફોર્મ પર આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે પગલાં લેવા પડશે. જો આમ કરવામાં ન આવે તો ગ્રાહક આ પ્લેટફોર્મ્સ સામે ફોજદારી કેસ દાખલ કરી શકે છે.

એક ગ્રાહકે  જ્યારે રેફ્રિજરેટર તૂટી ગયું, ત્યારે તે કંપનીના કોલ સેન્ટરને કૉલ કરવા માટે ગૂગલ પર સર્ચ કર્યું. સર્ચમાં તે કંપનીના નામે ચાલતું નકલી કોલ સેન્ટર સૌથી ઉપર દર્શાવવામાં આવ્યું હતું. ગ્રાહકે તે સાઈટ પર મળેલા નંબર પર કોલ કર્યો અને કંપનીના કોલ સેન્ટર માટે તેને ભૂલથી કોલ સેન્ટરના લોકોને ઘણી અંગત માહિતી આપી, અંગત માહિતી આપવાના કારણે ગ્રાહક નાણાકીય છેતરપિંડીનો શિકાર બન્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

હવે ઈન્ટરનેટ ફ્રોડનો બીજો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે.જો તમે કોઈ વસ્તુ ઓનલાઈન સર્ચ કરી હોય તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તે વસ્તુ વેચનારને ખબર પડી જાય છે કે તમને તે વસ્તુમાં રસ છે અને જેમ તમે ગુગલ કે ફેસબુક પર જાઓ છો, ત્યારે તમને તે વસ્તુની જાહેરાતો મળશે. દેખાવા લાગશે સાયબર જગતના ઠગ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ એઆઈની મદદથી તમારી રુચિ પણ જાણ્યા છે ,અને તેઓ તમને તે વસ્તુ સાઇટ પર સસ્તામાં આપવાની લાલચ પણ આપી રહ્યા છે અને ગ્રાહકો તેમની જાળમાં ફસાઈ જાય છે.