મોરબીમાં યુવા ભાજપ ટીમ દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-09-2022

દેશભરમાં યુવાનોના આદર્શ શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં ગાંધીચોકમાં મૂકવામાં આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને યુવા ભાજપના હોદેદારો દ્વારા સાફ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા તેમજ મોરબી શહેર યુવા મોરચાની ટીમના સુખદેવ દેલવાડીયા, વિક્રમભાઈ વાંક અને કેયૂર પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા