વ્હોટ્સએપમાં તમને મળશે કમાલનું ‘એડિટ મેસેજ’ ફીચર, એ કેવી રીતે કામ કરશે? જાણો A TO Z

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-09-2022

યુઝર્સના એક્સપિરિયન્સને વધારે સારો કરવા માટે વ્હોટ્સએપ સમય સમય પર નવા નવા ફીચર્સ એડ કરતું રહે છે.વ્હોટ્સએપ એક નવું ઈન્ટરેસ્ટિંગ ફીચર લાવવા જઈ રહ્યું છે..કોઈ પણ ફીચરને એડ કરતા પહેલા ડેવલપર્સ બીટા વર્ઝનમાં ટેસ્ટ કરતા હોય છે અને ત્યાં જ સ્પોટ થયું એક ઈન્ટરેસ્ટિંગ ફીચર.

વ્હોટ્સએપનું ‘એડિટ મેસેજ ‘ફીચર

હવે તમે એક વાર મોકલેલા મેસેજને એડિટ કરી શકો છો.કેમ કે વોટ્સએપ લાવી રહ્યું છે એડિટ મેસેજ નો ઓપ્શન.આ લેટેસ્ટ ફીચર વ્હોટ્સએપના બીટાઈન્ફોમાં જોવા મળ્યું. વેબસાઈટે જેનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.જેમાં આ ફીચરની ડિટેઈલ જોઈ શકાય છે. સ્ક્રીન શોટમાં જોવા મળે છે કે, તમે એડિટેડ મેસેજ સેન્ડ કર્યો છે. જો તમે વ્હોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન વાપરી રહ્યા છો તો તમને આ ફીચર જોવા મળશે. ખુબ જ જલ્દી આ ફિચર સ્ટેબલ વર્ઝનમાં પણ જોવા મળશે.જો કે એન્ડ્રોઈડ યુઝર્સ સૌથી પહેલા આ ફિચરનો યુઝ કરી શકશે.

કઈ રીતે કરી શકાશે એનો ઉપયોગ ?

ખુબ જ સિમ્પલ છે.તમે જે મેસેજને એડિટ કરવા માગતા હોવ તેના પર બસ એક લોન્ગ પ્રેસ કરશો એટલે એડિટનો ઓપ્શન આવી જશે. જો કે હાલ એ જાણકારી નથી મળી કે મેસેજને તમે કેટલા સમય સુધી એડિટ કરી શકશો..

અન્ય ફીચર્સ પર પણ ચાલી રહ્યું છે કામ

આ ઉપરાંત પણ વ્હોટ્સએપ અન્ય ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ખૂબ જ જલદી યુઝર્સ તેમના ઓનલાઈન સ્ટેટસને હાઈડ કરી શકશે, એટલું જ નહિ, ઈન્સ્ટાગ્રામ જેવા કેટલાક બીજા ફીચર્સ પણ એડ કરવામાં આવી શકે છે.