જો તમે કારમાં કરાવી છે આ 4 મોડિફિકેશન તો જોતાં મેમો ફટકારશે પોલીસ!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2022

ભારતમાં ઘણા એવા કાર માલિક છે, જે પોતાની કારમાં મોડિફિકેશન કરાવવાનું પસંદ કરે છે. જોકે આમ કરવા પાછળ એ કારણ હોય છે કે તેનાથી કાર વધુ અગ્રેસિવ લાગે છે અને સ્ટાઇલિશ દેખાય છે. જોકે ઘણા મોડિફિકેશન્સ એવા છે, જેને કરાવવા તમને ભારે પડી શકે છે. જોકે કેટલા મોડિફિકેશન્સ ભારતમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણવામાં આવે છે. જો તમે તમારી કારમાં તેને કરાવ્યા છે તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. જો તેના વિશે જાણતા નથી તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

ટિંટેડ ગ્લાસ

થોડા સમય પહેલાં સુધી ભારતમાં કારોના કાચને ટિંટેડ કરાવી શકતા હતા, ત્યારે તેના પર પ્રતિબંધ ન હતો પરંતુ સમય સાથે વધતા જતા ગુનાને જોતાં આ નિયમમાં ફેરફાર થયો અને હવે કારના કાચને ટિંટેડ કરાવવો ગેરકાનૂની છે. જો કારના કાચ ટિંટેડ મળે છે તો પોલીસ તેનો મેમો ફાડે છે.

મોડિફાઇડ સ્ટીયરિંગ

મોડિફાઇડ સ્ટેયરિંગ લગાવવું એટલા માટે ગેરકાયદેસર છે કારણ કે સ્ટોક સ્ટીયરિંગમાં એર બેગ્સ હોય છે જ્યારે મોડિફાઇડ સ્ટીયરિંગમાં હોતી નથી. જો તમે મોડિફાઇડ સ્ટીયરિંગ લગાવો છો તો તેનાથી તમારી સેફ્ટી ખતરમાં મુકાઇ શકે છે અને એક્સીડેન્ટ દરમિયાન આ જીવલેણ સાબિત થઇ શકે છે. એવામાં તેને લગાવવા પર મોટો મેમો ફાટી શકે છે.

બોડી પેંટ

જો તમે કારના ઓરિજનલ કલરને હાઇડ કરીને તેના ઉપર બીજો કોઇ કલરનું કોટ કરાવ્યું છે અથવા પછી કોઇ રેપિંગ કરાવી છે તો આવી કારોને પોલીસ જોતાં જ રોકે છે અને તેનો મેમો ફાડે છે. એવામાં કારના ઓરિજનલ કલર સાથે છેડછાડ કરવી ન જોઇએ.

હેવી ગ્રિલ કેજ

જો તમને આફટ્ર માર્કેટ ગ્રિલ કેજિંગ પોતાની કારમાં લગાવી છે તો આ એક્સિડેન્ટ દરમિયાન ખતરનાક સાબિત થઇ શકે છે કારણ કે તેના લીધે ઘણીવાર કારની એરબેગ ખુલતી નથી. એટલું જ નહી તેનાથી અન્ય કારોને પણ નુકસાન થાય છે. એટલા માટે તેને લગાવવા પર પણ મેમો ફાડવામાં આવે છે.