ગુજરાતના 14 હજાર 200 ગામડાઓમાં ભાજપ દ્વારા યોજાશે ‘નમો પંચાયત’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2022

ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંગે લોન્ચ કરવામાં આવશે. ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇકથી માહિતી આપવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેં.પી.નડ્ડા તારીખ 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવી ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવશે.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદી  દેશના રાષ્ટ્રપિતા ગાંઘીજીના સ્વપ્નને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. દેશના ખેડૂતોને સમૃદ્ધ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કિસાન મોરચા દ્વારા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજયના ખેડૂતો માટે કરેલા કામો તેમજ વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલ જુદા-જુદા કામોને રાજયના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.

કિસાન મોરચા દ્વારા આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પચાંયતનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ઇ-બાઇક મારફતે ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર અને રાજય સરકારે ખેડૂતો માટે કરેલ વિવિધ કાર્યોની માહીતી ખેડૂતો સુધી પહોંચાડશે.

હિતેષ પટેલે વધુમાં જણાવ્યું કે, કિસાન મોરચાના દ્વારા યોજાનારા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઇ-બાઇક થકી રાજયના ખેડૂતોને માહિતી આપવામાં આવનાર છે ત્યારે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સવારે 09-00 કલાકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના વરહ હસ્તે ઇ-બાઇકને ફલેગ ઓફ કરાવશે. કિસાન મોરચા દ્વારા ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 12 જેટલા ઇ બાઇક માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારે કરેલ વિવિધ કાર્યોની માહિતી ખેડૂતોને આપશે.