મોરબીમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા વિરોધ-પ્રદર્શન : માગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણીમાં દેખાડી દેવાની ચીમકી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-09-2022

મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ (સંલગ્ન ભારતીય મંજદૂર સંઘ) દ્વારા કલેક્ટરને આવેદન પાઠવીને ફિક્સ વેતન ચુકવવા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.સાથો સાથ જો વર્ષો જૂની માંગ નહીં સંતોષાય તો ચૂંટણીમાં અસર દેખાડવા પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘની રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાત સરકારના નાણાં વિભાગનો તા.16/07/2018 ના રાજ્યની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મીઓના મહેનતાણામાં વધારો કરવાનો ઠરાવ મુજબ ચાર કલાકથી વધુ સમયની કામગીરી માટે મૂકવામાં આવેલા અંશકાલીન કર્મીઓના કિસ્સામાં તેઓને રૂૂ.220/- પ્રતિદિન મહેનતાણું મૂકવાની જોગવાઇ મુજબ આ ઠરાવથી રૂૂ.14000/- ચુકવવાનો હાઇકોર્ટે કરેલા હુકમ મુજબ આ પ્રકારના કર્મીઓને રાજ્ય સરકાર ચુકવી રહી છે તે મુજબ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને ચુકવવામાં આવે.

એફીડેવીટ મુજબ 4 થી 6 કલાક કામગીરીનો સ્વીકાર મુજબ આ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને પણ આ ઠરાવ મુજબ પ્રતિદિન રૂૂ.220/- મહેનતાણુ ચુકવવાને આ જ ઠરાવ મુજબ ફીક્સ વેતન ચુકવવાની જોગવાઇ કરવામાં આવે એ મુખ્ય માંગણી કરવામાં આવી છે. આ યોજનાના કામદારોને શ્રમ કાયદા મુજબ મળતા લાભો જેવા કે પ્રસુતી રજા, વિમો, ગ્રેજ્યુઇટી, સહીતની જોગવાઇ મુજબની લાભો શિડ્યુલ વર્કર ગણીને આપવામાં આવે, નવી શિક્ષણનીતિ મુજબના દરેક પ્રાથમિક શાળાના પ્યુન/ક્લાર્કની જગ્યા ઉપર આ યોજનાનાં કર્મીઓને અગ્રતા ક્રમ આપી નિમણૂક આપવામાં આવે.

આ યોજનાના મુખ્ય પાયાના કામદારો એવા શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલા અસંગઠીત ક્ષેત્રના કામદારો તરીકે આઈડેન્ટીફાઈ થઇને રસોઇયા અને મદદનીશોને તેમની પ્રતિદિનની કામગીરીના મુલ્યાંકનના આધારે પોષણયુક્ત મહેનતાણાની જોગવાઇ કરવામાં આવે. આ યોજનાના રસોઇયા અને મદદનીશોને વીમા કવચથી સુરક્ષિત કરી એપ્રન, સાડી, ગ્લોઝથી સુસજ્જ કરી ભારત સરકારની નવી શિક્ષણનીતિની જોગવાઇ મુજબ ભોજનમાતાનું નામકરણ કરવાની માંગણી કરાઈ છે.

ઉપરોક્ત માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો 19 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવાથી લઈને સત્તાધારી પક્ષને ચૂંટણીમાં અસર પહોંચાડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.