ભૂચર મોરી મેદાનમાં 5000 રાજપૂત યુવાનોએ એકસાથે તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-08-2022

ધ્રોલ:તા:૧૮,૮,૨૦૨૨, ના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ અને ભૂચરમોરી શહીદી સ્મારક ટ્રસ્ટ દ્વારા ધ્રોલના ભૂચ૨મોરી મેદાન ખાતે ભૂચરમોરી શહીદી શ્રધ્ધાજંલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી એક સાથે 5000 રાજપૂત યુવાનો એક સાથે તલવારબાજી કરી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો,આ પ્રસંગે અશ્વ દોડ સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા,રાજયના,17, જિલ્લામાં યુવાનો એક મહિનાથી સતત તલવારબાજીની સઘન તાલીમ લીધી હતી, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો,બુધવારે સવારે 8 કલાકે નવા પાળિયાઓની પ્રતિષ્ઠા યજ્ઞ કરવામાં આવ્યો હતો,વિક્મ સંવત: 1630,માં જુનાગઢમાં થયેલા પ્રથમ યુધ્ધમાં અકબરના સૈન્યને જામસતાજીના લશ્કરે પરાજય આપી અકબરનો વિશાળ શસ્ત્ર સરંજામ કબ્જે કર્યો હતો ,આ હારનો બદલો લેવા વિક્રમ સંવત: 1640,માં અકબરના સૈન્ય અને જામસતાજી વચ્ચે યુધ્ધ થયું હતું, જેમાં પણ અકબરના સુબાખાનનો પરાજય થયો હતો,ત્યારબાદ મુઝફ્ફર શાહ,પરિવાર અને કબીલા સાથે જામ સતાજીના શરણે આવ્યો હતો,આશરા ધર્મ માટે ભૂચરમોરીના મેદાનમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુધ્ધ થયું હતું જેમાં હજારો ક્ષત્રિય યોધ્ધાઓએ શહીદી વ્હોરી હતી,શહીદોને શ્રધ્ધાજંલી અર્પવા છેલ્લાં 30 વર્ષથી સમારોહનું આયોજન કરવામાં આવે છે,આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રણેતા ડો. જયેન્દ્રસિંહ જાડેજા કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ, પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય પ્રદુમનસિહ જાડેજા,આઈ.કે.જાડેજા, દિપકસિહ ઝાલા,વિશુભા ઝાલા,રુદ્રદતસિહ, પી.ટી.જાડેજા,રમજુભા જાડેજા,ડો.રાજભા જાડેજા,નિરૂભા જીલરીયા,વાઘેલા મામા, તેમજ ધ્રોલના કાર્યકર્તા દ્વારા જહેમત ઉઠાવી આ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો.