વૃંદાવન યુવા ગ્રુપ-મોરબી દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-08-2022

આગામી તા.૧૯ ને જન્માષ્ટમી ના રોજ સમગ્ર દેશ કૃષ્ણભક્તિના રંગમાં રંગાશે ત્યારે મોરબીમાં પણ દરવર્ષે વિવિધ સંસ્થાઓ સંગઠનો દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.

જેમાં વૃંદાવન ગ્રુપ મોરબી દ્વારા શનાળા રોડ પર આવેલ સરદારબાગ ની સામે સુભાષ ચોકમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેની રૂપરેખા મુજબ ૧૯ તારીખ ને જન્માષ્ટમી ના રોજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે રાસગરબા ત્યારબાદ રાત્રે ૧૨:૦૦ વાગ્યે દહીં હાંડી -કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ ગ્રુપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કાર્યક્રમ થકી જે કાંઈ ફાળો એકત્ર થશે તેમાંથી કાર્યક્રમ નો ખર્ચ બાદ કરીને બાકી રહેતી તમામ રકમ ગૌ સેવાર્થે ખર્ચ કરવામાં આવશે જેથી તમામ મોરબી વાસીઓને આ કાર્યક્રમમાં પધારવા વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.