વાંકાનેરમાં શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળશે

શોભાયાત્રામાં રથ તથા ફલોટસ, ટ્રક સહિતના વાહનો જોડાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-08-2022

વાંકાનેર જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજ તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી તા.19ને શુક્રવારના રોજ સવારે 8.30 કલાકે જડેશ્ર્વર રોડ પર આવેલ પુરાણી મુનીલાવાની જગ્યામાં બીરાજમાન ફળેશ્વર મહાદેવના મંદિર ખાતે વાંકાનેરની પરંપરા મુજબ હિન્દુ ધાર્મિક વીધી પૂજા અર્ચના થયા બાદ પ્રસ્થાન થશે. ભગવાન કૃષ્ણની શોભાયાત્રા વાંકાનેરના મહારાજા, કેશરીદેવસિંહજા દિગ્વીજય સિંહજી ઝાલા (રાજવી પરિવાર) ૅતથા ઉપસ્થિત સંતો મહંતો આશોભાયાત્રાને વિધિવત પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રામાં ક્ષત્રિય સમાજ પણ પોતાની પરંપરા મુજબ પોશાક ધારણ કરી સજ્જ થશે તેલી જ રીે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલ સમસ્ત માલધારી સમાજ પણ પોતાની પરંપરા મુજબનો પોશાક ધારણ કરી શોભાયાત્રાની શોભા વધારશે અને શોભાયાત્રાને આખરી ઓપ આપવા માટે અત્રેના ફળેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે મહારાજ કેશરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષ સ્થાને અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં બેઠક (મીટીંગ) યોજાઈ હતી.

તેમ ઉપસ્થિત આજની આ બેઠકમાં સંતો મહંતો એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. આ બેઠકમાં ગાયત્રી શક્તિ પીઠના મહંત અશ્ર્વિનભાઈ રાવલ, રૂગનાથજી મંદિરના રેવાદાસ હરીયાણી, ફળેશ્ર્વર મંદિરના વિશાલભાઈ પટેલ, મોટેશ્ર્વર મહાદેવના મહંત નિલેશગીરીબાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સૌ કૃષ્ણ ભકતો વાંકાનેરને ગોકુળીયુ બનાવવા તન, મન, ધનથી રાત દિવસ તૈયારીઓ કરી રહ્યાં છે.