મોટી ઝંઝટ થશે દૂર, મોબાઈલ અને લેપટોપ સહિત બધા ઈલેક્ટ્રોનિક્સ સાધનો માટે આવશે એક જ ચાર્જર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-08-2022

કેન્દ્ર સરકારે ઈ-વેસ્ટને ઘટાડવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. તેણે મોબાઈલ અને લેપટોપ સહિતના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે એક જ ચાર્જરની શક્યતા તપાસવા માટે કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. સિંગલ ચાર્જર આવવાથી યૂઝર્સના રૂપિયા બચવાની સાથે-સાથે દેશમાં ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટમાં પણ ઘટાડો થશે. આ અંગે ચર્ચા માટે બુધવારે કેન્દ્રા કન્ઝુમર અફેર્સ મંત્રાલયે અગ્રણી ઈન્ડસ્ટ્રી એસોશિયએશન અને આ ક્ષેત્રના ખાસ સંગઠનોની બેઠક બોલાવી હતી.

આવનારા દિવસોમાં તમારે મોબાઈલ, લેપટોપ, ઈયરબડ્સ અને સ્પીકર માટે અલગ-અલગ ચાર્જર ખરીદવાની જરૂર નહીં પડે. આ બધા ડિવાઈસીઝ માટે એક સિંગલ ચાર્જર આવશે. સરકારે તેની શક્યતા તપાસવા માટે એક્સપર્ટસની કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. યુરોપમાં આ પ્રકારના ચાર્જર પર કામ ચાલી રહ્યું છે. સરકારના આ પગલાંથી ઘણા લોકોને રાહત મળશે. સિંગલ ચાર્જર આવવાથી યૂઝર્સના રૂપિયા બચશે અને સાથે જ દેશમાં ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટમાં પણ ઘટાડો થશે. કેન્દ્ર સરકારના કન્ઝુમર અફેર્સ મંત્રાલયે બધા અગ્રણી ઈન્ડસ્ટ્રી એસોશિએસન અને ક્ષેત્રના ખાસ સંગઠનોની બુધવારે બેઠક બોલાવી હતી.

કન્ઝુમર્સ અફેર્સ બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે, સરકાર મોબાીલ, ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે એક જ ચાર્જર બનાવવાની શક્યતા તપાસવા માટે ખાસ ગ્રુપ્સ બનાવશે. આ ગ્રુપ બે મહિનામાં વિસ્તૃત રિપોર્ટ આપશે. ઉદ્યોગો સાથે જોડાયેલા પક્ષો સાથે બેઠક પછી સચિવે કહ્યું કે, ભારત શરૂઆતમાં બે પ્રકારના ચાર્જર અપનાવવા પર વિચાર કરી શકે છે. તેમાં સી પ્રકારનું ચાર્જર પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે, ‘આ એક જટિલ મુદ્દો છે. દેશ ચાર્જરના મેન્યુફેક્ચરિંગની સ્થિતિમાં છે. અમારે અંતિમ નિર્ણય લેતા પહેલા ઉદ્યોગ, ઉપયોગકર્તાઓ, ઉત્પાદકો સહિત બધાના દ્રષ્ટિકોણથી સમજવું છે.’

સરકારને છે ઈ-વેસ્ટની ચિંતા

સિંહે કહ્યું કે, પ્રત્યેક પક્ષનો અલગ દ્રષ્ટિકોણ છે અને એ મુદ્દા પર અલગ-અલગ વિચાર માટે ખાસ ગ્રુપ્સ બનાવાશે. મોબાઈલ, ફીચર ફોન, લેપટોપ અને આઈપેડ તેમજ પહેરી શકાતા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ઉપયોગ થતા ચાર્જિંગ પોર્ટનો અભ્યાસ કરવા માટે અલગ-અલગ ખાસ ગ્રુપ્સ બનાવાશે. સચિવે કહ્યું કે, ગ્રુપ્સને આ મહિનામાં નોટિફાઈડ કરાશે અને તે બે મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું કે, જોકે, ક્ષેત્રના ખાસ સંગઠનો અને મેન્યુફેક્ચર્સએ ઈ-વેસ્ટને લઈને ચિંતા પર સંમતિ વ્યક્ત કરી છે. પરંતુ તેમણે આ મામલે વધુ ચર્ચાની વાત કરી છે.