બાગાયતદાર ખેડૂતોને ફળઝાડ વાવેતરની સહાય મેળવવા ૩૧ ઓગસ્ટ સુધી જરૂરી સાધનીક કાગળો રજૂ કરી શકાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-08-2022

મોરબી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ફળઝાડ વાવેતર કરેલ હોય અને પ્રથમ વર્ષની સહાય મેળવેલ હોય તેવા ખેડૂતોને બીજા તથા ત્રીજા વર્ષ માટે ફળઝાડ વાવેતરની સહાય મેળવવા માટેના જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજૂ કરેલ ન હોઇ તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાથી વંચિત રહી ના જાય તે હેતુ થી નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રી નો દાખલો, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ), અરજીપત્રક વગેરે જેવા સાધનિક કાગળો રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે ૩૧-૦૮-૨૦૨૨ સુધીની સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.