રાજકોટ: વિશ્વ હિન્દૂ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે કૃષ્ણભક્તિ અને દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-08-2022

(પરાગ જે. ભટ્ટ દ્વારા) કેવળ મહેકે મોર તો જલસો નથી થતો મલ્હાર તું સુણાવ આ વરસાદી સાંજ છે, શ્રી ભગવતીકુમાર શર્મા રચિત આ પંક્તિઓ ગઇકાલ ની સાંજ માટે બરોબર બંધ બેસતી હતી
એક આલ્હાદ વરસાદી સાંજ હોય અને એમાં પણ ભક્તિ નો રંગ હોય અને એ ભક્તિ પણ કૃષ્ણ અને દેશ ની હોય તો પછી પુછવું જ શું!!
વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – રાજકોટ નાં સયુંકત ઉપક્રમે ૧૫ મી ઓગસ્ટ નાં રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ હોલ ખાતે શ્રીકૃષ્ણ ભક્તિ અને દેશ ભક્તિ નો કાર્યક્રમ યોજાય ગયો
આ કાર્યક્રમ નું દીપપ્રાગટ્ય ધર્માધ્યક્ષ મહંત શ્રી નરેન્દ્ર બાપુ નાં વરદ હસ્તે થયું, આ કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરવા પધારેલ મહાનુભાવો માં ધારાસભ્ય અરવિંદભાઈ રયાણી રાજકોટ શહેર નાં ભૂતપૂર્વ મેયર અને જેને રાજકોટ નાં રાજા ગણવા માં આવે છે તેવા જનકભાઈ કોટક, માર્ગદર્શક નરેન્દ્ર ભાઇ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પટેલ,
મહામંત્રી નીતેશભાઈ કથીરીયા, રાજકોટ ખાદી ભવન નાં જનરલ મેનેજર જીતેન્દ્રભાઈ શુકલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, વિશ્વ હિન્દુ પરિષદ નાં પારસ ભાઈ એ પોતાના વક્તવ્ય માં જણાવેલ કે આજે હિન્દુ સમાજે જ્ઞાતિ – પેટા જ્ઞાતિ વગેરેનો ત્યાગ કરી એક થવાની જરૂર છે તો જ આપણે સામાજિક, આર્થિક અને રાજકીય અડચણો નો સામનો કરી શકીશું
આ કાર્યક્રમ ની શરૂઆત ગણપતિ વંદના થી થઈ હતી, ત્યાર બાદ રજૂ થયેલ ભજનો માં અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા , આજકાલ સોશ્યલ મીડિયા માં બહુજ વાઇરલ થયેલ કર્પૂર ગૌરમ કરુણાવતારમ, નગરમે જોગી આયા વગેરે ભજનો અને દેશભક્તિ નાં ગીતો એ ભારે જમાવત કરી પ્રેક્ષકો નાં મન મોહી લીધા હતા અહી આ કાર્યક્રમ ની વિશેષતા એ રહી કે ભજનો ની સાથો સાથ શ્રી સાઈ ગ્રુપ દ્વારા દરેક ભજન અને દેશભક્તિ ની મહિમા વર્ણવતા નૃત્ય ની રહી જેમાં ૩૬ જેટલા કલાકારો એ ભાગ લીધો, મધ્યાંતર પછી નો દોર દેશ ભક્તિ નાં ગીતો નો રહ્યો
ગાયક કલાકારો તરીકે જયેશ દવે, અમી ગોસાઈ, હેમંત જોશી તેજશ શિશાગીયા અને ડાન્સ કોરિયોગ્રાફી રાકેશ કડિયા હતા આ સમગ્ર કાર્યક્રમ નો કોન્સેપ્ટ RD Events નાં શ્રી પરેશભાઇ પોપટ નો હતો