વાંકાનેર ભાજપ દ્વારા હરઘર તિરંગા યાત્રા બાઈક રેલી યોજાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-08-2022

(અજય કાંજીયા દ્વારા) આજ રોજ વાંકાનેર શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા દેશની આન-બાન-અને શાન એવા આપણા રાષ્ટ્રીય તિરંગા સાથે બાઈક રેલી કાઢવામાં આવી હતી. દેશની આઝાદીના 75 મી વર્ષગાંઠ ઉજવી રહેલા આપણા દેશના દરેક નાગરિક પોતાના ઘરે તિરંગા લહેરાવે તેવા સંદેશ સાથે આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી.