વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરાઈ : દસ્તાવેજ જપ્ત: કચેરીઓ સિલ કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-08-2022

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા ને સુપરસિડ જાહેર કરવાની ચર્ચાઓ પણ થતી હતી તેમજ નગરપાલિકા ના પદાધિકારીઓ ને અનેક વખત ખુલાસો આપવાની તક આપવા છતાં સમયસર હાજર ન રહી ખુલાસો અપાયો ન હતો.

જેથી આજે શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ જાહેર કરીને વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ સહિતની ચેમ્બરને સિલ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકામાં પડેલ સાહિત્ય ,દસ્તાવેજ ને જપ્ત કરવામાં આવ્યા હતા.

વધુમાં વિવાદની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા પદ ને લઈને જનતાને અપાતી સુવિધાઓ મુદ્દે પણ વિવાદમાં રહી છે અને લોકો ને આપવાની થતી મુળભુત સુવિધાઓ પણ આપી શકી નથી અને હુકમ માં નગરપાલિકા પ્રમુખ સહિતના કર્મચારીઓ મનસ્વી રીતે કામગીરી કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ નગરપાલિકાને થતી આવક પણ સમયસર સરકારમાં જમા કરાવવામાં આવતી ન હતી તેમજ સામાન્ય સભા નગરપાલિકામાં કરવાને બદલે માર્કેટ ચોક માં કરવામાં આવી હતી જે નિયમો ની વિરુદ્ધ છે.

વધુમાં સરકાર તરફથી વિકાસના કામ અર્થે વર્ષ ૨૦૧૩ થી અત્યાર સુધીમાં કુલ ૫૩,૯૩,૦૪,૮૯૪ ફાળવવામાં આવ્યા છે જેમાંથી ફક્ત ૧૦,૩૨,૪૬,૯૫૨ જેટલા રૂપિયાનો જ વિકાસનાં કામોમાં ઉપયોગ કરેલ અન્ય રકમ હજુ પણ પડતર પડેલ છે.નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકા ના કર્મચારીઓ ને હડતાલ કરવા માટે ૨૫/૦૫ થી અચોકસ મુદતની હડતાલ માટે નગરપાલિકા નું ગ્રાઉન્ડ ફાળવી દેવામાં આવ્યું હતું જે હળતાલ ને કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ફરિયાદો ઉઠી હતી આ પ્રકાર ના અનેક મુદાઓ ટાંકીને આજે પગલે આજે નગરપાલિકા નું વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.