મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-07-2022

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા)ના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ક્રિષ્નાબેન ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના ચેરમેન તરીકે અનેક સામાજિક કાર્યમાં અગ્રેસર રહી લોકોની ખાસ કરીને મહિલાઓને પડતી મુશ્કેલી દૂર કરવા સતત અને નિષ્ઠાપૂર્વકની કામગીરી કરતા આવ્યા છે તેઓની ખુબ લોકપ્રિય છે. નિખાલસ વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ ધરાવતા ક્રિષ્નાબેનની કોંગ્રેસ મહિલા સમિતિ ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક થતા તેઓને સૌ શુભેચ્છકો દ્વારા ક્રિષ્નાબેનને 9879024392 પર ખૂબ ખુબ અભિનંદન પાઠવી જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામના પાઠવી રહ્યા છે.