રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ સિટી બસને લીલીઝંડી બતાવી લોક સેવામાં પ્રસ્થાન કરાવી

લોકોને બસના સમય સાથે લોકેશન પણ બતાવે તેવી એપ્લીકેશન તૈયાર કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-07-2022

(કોમલ બી. કપાસી દ્વારા)વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રસ્થાન અંતર્ગત રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરાજાએ મોરબી નગરપાલિકા હેઠળની CNG સીટી બસને લીલીઝંડી બતાવી લોકસેવામાં અર્પણ કરી હતી.

        મોરબી નગરમાં આંતરિક પરિવહનમાં લોકોને સરળતા રહે તેમજ પ્રદૂષણ નિયંત્રણ પણ કરી શકાય તે હેતુથી મુખ્યમંત્રી શહેરી બસ સેવા હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં ૧૬ CNG બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

        વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકો ડિજીટલ ઇન્ડિયા તરફ પ્રેરાય તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યારે ડિજીટલ ક્ષેત્રે ગુજરાત અને ભારતમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે મોરબી નગરપાલિકાની આ બસ વ્યવસ્થા પણ ડિજીટલ ગુજરાતના સૂત્રને ચરિતાર્થ કરે છે. બસની સાથે એવી એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે જે બસના સમય-પત્રક સાથે બસનું લોકેશન પણ બતાવશે. આ સુવિધા થકી લોકોને બસની રાહ નહિં જોવી પડે કે નહિં કોઇને પુછવાની જરૂર પડે.

        આ પ્રસંગે જિલ્લા કલેકટર  જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર  એમ.કે.મુછાર, મોરબી પ્રાંત અધિકારી  ડી.એ.ઝાલા, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  ઇલાબેન ગોહિલ તેમજ ઇશિતાબેન મેર,જિલ્લા પૂરવઠા અધિકારી  દેવાંગ રાઠોડ, મોરબી ગ્રામીણ મામલતદાર  નિખિલ મહેતા, સહાયક મહિતી નિયામક  ઘનશ્યામ પેડવા, મોરબી નગરપાલિકા પ્રમુખ  કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ  જયરાજસિંહ જાડેજા, મોરબી માર્કેટીંગ યાર્ડ ઉપપ્રમુખ  મગનભાઈ વડાવિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન  જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી સર્વ  જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, લાખાભાઇ જારિયા, પ્રદીપભાઈ વાળા, જિગ્નેશભાઈ કૈલા સહિતના સ્થાનિક પદાધિકારીઓ/અધિકારી ઓ, કર્મચારી ઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.