માત્ર 17 મિનિટમાં 100 ટકા ચાર્જ થઈ જશે ફોન, આ કંપની લઈને આવી કમાલની ટેક્નોલોજી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2022

OnePlus 150W SUPERVOOC Charging: હાલના સમયમાં દરેક સ્માર્ટફોન કંપની ફાસ્ટ ચાર્જિંગના ઓપ્શન સાથેના સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. અત્યારે જ્યારે લોકો પાસે સમય ઓછો હોય ત્યારે ફાસ્ટ ચાર્જિંગ આવાં લોકો માટે એક આશીર્વાદ સમાન બની રહે છે. પણ હજુ પણ ફાસ્ટ ચાર્જિંગ ફોનને 100 ટકા ચાર્જ કરતાં કલાકોનો સમય લાગે છે. જો તમને આ સમય પણ વધારે લાગતો હોય તો, હવે એ દિવસો દૂર નથી કે, જ્યારે ગણતરીની મિનિટોમાં જ તમારો ફોન 100 ટકા ચાર્જ થઈ જશે. OnePlus દ્વારા 65W Warp Charge સાથે ફાસ્ટ ચાર્જિંગની કોન્સેપ્ટ દુનિયામાં સમક્ષ રજૂ કર્યો હતો, અને ત્યારબાદ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીમાં એક નવી જ ક્રાંતિ આવી ગઈ હતી. અને હવે બાકી સ્માર્ટફોન કંપનીઓ કરતાં ફાસ્ટ ચાર્જિંગની દુનિયામાં OnePlus ઘણું જ આગળ નીકળી ગયું છે. OnePlus દ્વારા 150W SUPERVOOC Endurance Edition ચાર્જિંગ ટેક્નોલોજી રજૂ કરી છે. OnePlusના OnePlus 10R સ્માર્ટફોનમાં આ ટેક્નોલોજી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન દુનિયામાં સૌથી ઝડપી ફાસ્ટ ચાર્જિંગની સુવિધા આપે છે.

SUPERVOOC Endurance Editionની મદદથી માત્ર થોડી મિનિટોની અંદર જ ફોન ફુલ ચાર્જ થઈ જશે. OnePlus 10Rમાં 4,500 mAh બેટરી આપવામાં આવી છે. જે માત્ર 10 મિનિટની અંદર જ ફોનને 1 ટકાથી 70 ટકા સુધી ચાર્જ કરી શકે છે. આ ઉપરાંત OnePlus 10Rના બેટરી સેક્શનમાં Rapid Charging Mode એનેબલ કરતાં જ માત્ર 17 મિનિટની અંદર જ બેટરી 100 ટકા ચાર્જ થઈ જશે.

ફાસ્ટ ચાર્જિંગ ઘણી વખત બેટરીની હેલ્થ, લાઈફ અને સેફ્ટી અંગે સવાલો ઉભા કરે છે. પણ OnePlus દ્વારા ઈન્ટેલિજેન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં ફાસ્ટ ચાર્જિંગ વખતે ઉત્પન્ન થતી ગરમીને ઘટાડીને ચાર્જિંગની ક્ષમતા અને સેફ્ટી સુધારવાનો પ્રયાસ કર્યો છે. 150W SUPERVOOC Endurance Editionમાં Battery Health Engine નામનું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરમાં મુખ્ય બે ટેક્નોલોજી આપવામાં આવી છે Smart Battery Health Algorithm અને Battery Healing Technology. આ ટેક્નોલોજી OnePlus 10Rની બેટરીનો જીવનકાળ તેમજ કેપેસિટી વધારવામાં મદદ કરે છે.

Smart Battery Health Algorithm મહત્તમ ચાર્જિંગ કરંટને ટ્રેક અને કંટ્રોલ કરે છે, અને બેટરી સુરક્ષિત રેન્જમાં રહે તેની ખાતરી કરે છે, જેને કારણે બેટરીના જીવનકાળમાં વધારો થાય છે. OnePlus 10Rમાં 150W SUPERVOOC Endurance Editionની સાથે આવતી Battery Healing Technology ચાર્જિંગ સાયકલ દરમિયાન ઈલેક્ટ્રોડ્સને સતત રિપેર કરી બેટરીની કેપેસિટીને સાચવી રાખે છે, અને સ્માર્ટફોનની બેટરીને એનોડ્સ તેમજ કેથોડ્સના નુકસાનથી બચાવે છે. આમ 1600 ચાર્જિંગ સાયકલ બાદ પણ OnePlus 10Rમાં આપવામાં આવેલી 150W SUPERVOOC Endurance Edition ટેક્નોલોજી તેની ઓરિજનલ કેપેસિટીથી 80 ટકા કેપેસિટી જાળવી રાખે છે.

આ ઉપરાંત OnePlus 10Rની 150W SUPERVOOC Endurance Edition ટેક્નોલોજીમાં સુરક્ષિત ચાર્જિંગ માટે અન્ય ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં Dual Charge Pump ફીચર આપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, ફોનમાં ચાર્જિંગ માટે 150W કેપેસિટીનો સિંગલ પંપ આપવાને બદલે આ સ્માર્ટફોનમાં 75W કેપેસિટીના બે પંપ આપવામાં આવ્યા છે. જેના કારણે OnePlus 10R ફોનમાં ચાર્જિંગ સમયે ગરમી ઓછી ઉત્પન્ન થાય છે, અને ફોન ફાસ્ટ ચાર્જ થાય છે.

આ ઉપરાંત OnePlus 10Rમાં VFC trickle charging optimization algorithm આપવામાં આવ્યું છે, જે OnePlus 10Rની બેટરીમાં કરંટ અને વોલ્ટેજ ચાર્જને એડજસ્ટ કરીને છેલ્લી 10 મિનિટમાં ચાર્જિંગની ક્ષમતાને સુધારે છે. આ ઉપરાંત આ ફોનમાં Smart Charging Chip પણ આપવામાં આવી છે, જે ઈનપુટ કરંટ અને વોલ્ટેજને ઓળખીને બેટરી માટે એડેપ્ટેબલ કોમ્બિનેશન આપે છે, જેના કારણે તે ચાર્જિંગ સેફ્ટીની ગેરંટી આપે છે.

આ ઉપરાંત OnePlus 10Rમાં 13 ટેમ્પરેચર (તાપમાન માપતાં) સેન્સર આપવામાં આવ્યા છે, અગાઉ વનપ્લસના ફોનમાં 10 ટેમ્પરેચર સેન્સર આપવામાં આવતા હતા. આ સેન્સર રિયલ ટાઈમમાં ચાર્જિંગ ટેમ્પરેચર માપે છે. આ ઉપરાંત તેમાં 128-bit encryption algorithm આપવામાં આવ્યું છે, જે ચાર્જિંગ સેફ્ટી માટે SUPERVOOCનો જ ચાર્જિંગ કેબલ યુઝ કરે છે કે નહીં તેની તપાસ કરે છે. જો કે, અન્ય કેબલ હશે કે પછી કેબલને બરાબર લગાવ્યો નહીં હોય તો, તે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને અનલોક નહીં કરે.

OnePlus 10Rની 150W SUPERVOOC Endurance Edition ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને તેના સુરક્ષિત અને ફાસ્ટ ચાર્જિંગ માટે દુનિયાભરમાં માન્યતા પ્રાપ્ત TÜV Rheinlandથી સર્ટિફાય કરવામાં આવી છે.

OnePlus 10Rમાં 160W adapter આપવામાં આવ્યું છે, જેને ચાર્જિંગ બ્રિક પણ કહેવામાં આવે છે, આ ઉપરાંત તેમાં USB-C to USB-C cable આપવામાં આવે છે. 160W adapter OnePlus 10Rના 150W SUPERVOOC Endurance Editionને 20V/7.5A અથવા સામાન્ય શબ્દોમાં કહીએ તો 150Wના મહત્તમ પાવરથી ચાર્જ કરી શકે છે. આ ઉપરાંત 160W adapter PPS અને PD ચાર્જિંગ પ્રોટોકોલ્સ પણ સપોર્ટ કરે છે. જેનો અર્થ એ થાય છે કે, તે લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ગેમિંગ કોન્સોલ પણ ચાર્જ કરી શકે છે.

OnePlus 10Rના 12 GB RAM અને 256 GB સ્ટોરેજના Sierra Black વેરિયન્ટમાં જ 150W SUPERVOOC Endurance Edition સપોર્ટ કરે છે અને તેમાં 4,500 mAh બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત OnePlus 10Rના બાકીના મોડેલ્સમાં 80W SUPERVOOC ચાર્જિંગ સપોર્ટ કરે છે, અને તેમાં 5,000 mAhની બેટરી આપવામાં આવી છે. 80W SUPERVOOC OnePlus 10Rની 5,000mAhની બેટરીને માત્ર 32 મિનિટમાં 1થી 100% સુધી ચાર્જ કરી શકે છે. તેમાં Endurance Edition versionની જેમ Customized Smart Charging Chip આપવામાં આવી છે.

80W SUPERVOOCમાં 80W SUPERVOOC ચાર્જિંગ બ્રિક અને USB-A to USB-C cable આપવામાં આવે છે. આ ઉપરાંત OnePlus 10Rના તમામ વેરિયન્ટમાં એનર્જી એફિસિયેન્ટ MediaTek Dimensity 8100-MAX chipset પ્રોસેસર આપવામાં આવ્યું છે.