મોરબીમાં યુવાને દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2022

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીની દીકરોનો જન્મદિવસ અને તેમની લગ્નની વર્ષગાંઠ એક જ દિવસે હોય આ પ્રસંગે આપવાના આનંદ હેઠળ ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ જેમાં સાબુ, તેલ, હેન્ડ વોસ, કાન સાફ કરવાની સ્ટિક, રૂમાલ નખ કાપવાનું કટર વિગેરે ભેટમાં આપી હતી 500 બાળકોને નવા ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભરપેટ ભોજન કરાવીને યુવાને અનોખી રીતે પોતાના લગ્નની વર્ષગાંઠ તેમજ દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી.