ખુશખબરી! વધવા જઇ રહી છે નિવૃતિની ઉંમર અને પેન્શનની રકમ! જાણો સરકારની યોજના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-05-2022

અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ પોપુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019 ના અનુસાર વર્ષ 2050 સુધી ભારતમાં લગભગ 32 કરોડ સીનિયર સિટીઝન થઇ જશે. એટલે દેશની વસ્તીના લગભગ 19.5 ટકા વ્યક્તિ નિવૃતની કેટેગરીમાં આવી જશે. વર્ષ 2019 માં ભારતની વસ્તી 10 ટકા એટલે કે 14 કરોડ લોકો સીનિયર સિટીઝનની કેટેગરીમાં છે.

સરકારી કર્મચારીઓ માટે જલદી જ ખુશખબરી મળી શકે છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ દ્રારા એક ભલામણ કરવામાં આવી છે. જેમાં આ વાત કહેવામાં આવી છે કે દેશમાં લોકોના કામ કરવાની ઉંમર વધારવી જોઇએ. આ સાથે જ પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું કે દેશમાં નિવૃતિની ઉંમર વધારવાની સાથે જ યૂનિવર્સલ પેંશન સિસ્ટમ પણ શરૂ કરવી જોઇએ. તેના માટે સમિતિએ પોતાનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે.

સરકારોએ બનાવવી જોઇએ નીતિ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિઓ બનાવવી જોઇએ જેથી કૌશલ વિકાસ કરી શકાય. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, આંતરિયાળ વિસ્તારમાં રહેનાર, રિફ્યૂજી, પ્રવાસીઓને પણ સામેલ કરવા જોઇએ જેની પાસે ટ્રેનિંગ પ્રાપ્ત કરવા માટે સાધન નથી તેમનો ટ્રેંડ હોવો જરૂરી છે.

વર્લ્ડ પોપુલેશન પ્રોસ્ટેક્ટ્સ 2019 નો રિપોર્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ પોપુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019 ના અનુસાર વર્ષ 2050 સુધી ભારતમાં લગભગ 32 કરોડ સીનિયર સિટીઝન થઇ જશે. એટલે દેશની વસ્તીના લગભગ 19.5 ટકા વ્યક્તિ નિવૃતની કેટેગરીમાં આવી જશે. વર્ષ 2019 માં ભારતની વસ્તી 10 ટકા એટલે કે 14 કરોડ લોકો સીનિયર સિટીઝનની કેટેગરીમાં છે.

સીનિયર સિટીઝનની સુરક્ષા

રિપોર્ટ અનુસાર આ ભલામણ અંતગર્ત કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું 2000 રૂપિયા પેંશન આપવું જોઇએ. તમને જણાવી દઇએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં સીનિયર સિટીઝનની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે.

સ્કિલ ડેવલોપમેન્ટ પણ જરૂરી

આ રિપોર્ટ અનુસાર જો કામકાજની ઉંમરને વધારવી છે તો તેના માટે નિવૃતિની ઉંમર પર વધારવી જરૂરી છે. સામાજિક સુરક્ષા સિસ્ટમ પર દબાણને ઓછું કરવા માટે આમ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પણ સ્કિલ ડેવલોપમેન્ટની વાત પણ કહેવામાં આવી છે.