ઘરેલું રાંધણ ગેસના ભાવોમાં આજે રૃા. ૩.૫૦ નો વધારો ઝીંકાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2022

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી પરેશાન    જનતા પર ફરી મોંઘવારીનો માર પડ્યો છે. દેશમાં રાંધણગેસના ભાવમાં રૃા. ૩.પ૦ નો વધારો થતા ગેસનો બાટલો રૃા. ૧૦૦૦ ને પાર પહોંચ્યો છે. જ્યારે કોમર્શિયલ બાટલો રૃા. ૮ મોંઘો થયો છે.

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આજે પણ એલપીજી ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૃા. ૩.પ૦ પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૃા. ૮ નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં એલપીજી સિલિન્ડરની કિંમત રૃા. ૧૦૦પ ની નજીક પહોંચી ગઈ છે.

આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે.

ઘરેલું એલપીજી ઉપરાંત કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૃા. ૮ મોંઘુ થયું છે. આજથી દિલ્હીમાં ૧૯ કિલોનું સિલિન્ડર રૃા. ર૩પ૪, કોલકાતામાં ર૪પ૪ રૃપિયા, મુંબઈમાં ર૩૦૬ રૃપિયા અને ચેન્નાઈમાં રપ૦૭ રૃપિયામાં મળશે. ૭મી મે ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૦ રૃપિયા સસ્તુ થયું હતું.

આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. ૧લી એપ્રિલે ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૃા. રપ૦ નો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ એની કિંમત રરપ૩ રૃપિયા થઈ ગઈ હતી. અગાઉ ૧ માર્ચ-ર૦રર ના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમત ૧૦પ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે, છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરાઈ રહ્યો છે.

સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંઘવારીની થપાટ પડી છે. ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચારથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

આ ભાવવધારા બાદ હવે ગેસનો ભાવ ૧૦૦૦ રૃપિયાને પાર જતો રહ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩.૫૦ પૈસાનો વધારો થતા હવે ગેસ સિલિન્ડરનો ભાવ ૧૦૦૦ને પાર ગયો છે. સમગ્ર દેશમાં હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૦૦૦ ઉપર થયો છે. આ સાથે મેટ્રો શહેરોમાં દિલ્હી, મુંબઈમાં ૧૪.૨ કિલો રાંધણ ગેસના બાટલાના ભાવ ૧૦૦૩ રૃપિયા, કોલકાતામાં ૧૦૨૯ રૃપિયા તથા ચેન્નાઈમાં ૧૦૧૮.૫૦ રૃપિયા થઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે આ અગાઉ ૭મી મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૃપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ૯૯૯.૫૦ રૃપિયા સુધી પહોંચી ગયો હતો. આ અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૨ રૃપિયાનો વધારો કરાયો હતો. આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અનેકવાર વધારો થયો છે.