હળવદ: 12 હતભાગીની સાગમટે અંતિમ વિધિ: હળવદ શોકમય બંધ

એક જ પરિવારના પાંચ સભ્ય સહિત 12-12 અર્થી ઉઠતા કરુણ દૃશ્યો સર્જાયા: સવારે શોકસભા મળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2022

હળવદર જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ વર્કશ નામના મીઠાના કારખાનામાં ગઇકાલે બપોરે સર્જાયેલી દુઘર્ટનામાં પેંકેજીંગ વિભાગમાં તોતીંગ દિવાલ ઘસી પડતા મીઠાની થેલી ભરી રહેતા ચાર મહિલા સહિત 12 શ્રમીકોના દટાઇ જવાના કારણે મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઇ જવા પામી છે એક જ પરિવારના પાંચ સભ્યો સહિત 12 વ્યક્તિઓની સમીસાંજે અંતિમ વિધિ કરવામાં આવતા ગામ આખુ હિંળકે ચડયું હતુ અને મૃતકોને શ્રદ્ધાંજલી આપવા આજે હળવદ શહેર સ્વયંભુ જડેવેસલાકબંધ પાળ્યો હતો.

હળવદ જીઆઇડીસીમાં આવેલા સાગર સોલ્ટ કારખાનામાં ગઇકાલે બપોરે મીઠાની એક એક કિલોની થેલીનું પેકિંગ કરવામાં આવી રહ્યું હતુ ત્યારે પ્રેસરના કારણે કોલમ-બીમ વગરની તોંતીગ દિવાલ એકા એક ઘસી પડતા દિવાલની બીજી બાજુ કામ કરી રહેતા 12 શ્રમીકો દખાઇ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયા હતા.

આ દૂઘર્ટના યાદ સ્થાનીક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જેસીબી અને હિટાચી મશીન દ્વારા દિવાલનો કાટમાળ ખસેડી દવાઇ ગયેલા શ્રમીકોને બહાર કાઢવા હતા જેમાં એક બાળક ચાર મહિલા સહિત 12 વ્યક્તિના સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયા હતા.

આ બનાવની જાણ થતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી હળવદ દોડી ગયા હતા અને જવાબદારી સામે તપાસના આદેશ આપ્યા છે અને મૃત્કોને કેન્દ્ર અને રાજય અટકાટ તરફથી છ લાયની સહાયની જાહેરાત કરી હતી.

એક જ પરિવારના પાંભ સભ્યો સહિત 12 હતભાગીઓના પોસ્ટપોટેમ કરી સાંજે પરિવાર જનોને મૃતદેહ સોંપવામાં આવતા એક સાથે 12 સભ્યોની સામુહીક અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં કોળી સમાજ અને ભરવાડ સમાજ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

મીઠાના કારખાનામાં સર્જાયેલી દૂઘર્ટના કારણે મૃતકોને શ્રદ્ધાંજલી આપવા આજે હળવદ શહેરના તમામ વેપારીએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા તેમજ આજે સવારે 10 વાગ્યે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

અકસ્માતમાં મોતને ભેટલા હતભાગીઓ

ક્રમ નામ ઉંમર સરનામું

1 કોળી રમેશભાઇ મેધાભાઇ 42 જી.આઇ.ડી.સી. હળવદ

2 કોળી દિલીપભાઇ રમેશભાઇ 26 જી.આઇ.ડી.સી. હળવદ

3 કોળી શ્યામ રમેશભાઇ 13 જી.આઇ.ડી.સી. હળવદ

4 કોળી દક્ષા રમેશભાઇ 15 જી.આઇ.ડી.સી. હળવદ

5 કોળી શીતલબેન દિલીપભાઇ 24 જી.આઇ.ડી.સી. હળવદ

6 કોળી દિપક દિલીપભાઇ 3 જી.આઇ.ડી.સી. હળવદ

7 ભરવાડ ડાયાભાઇ નાગજીભાઇ 42 જી.આઇ.ડી.સી. હળવદ

8 સુસરા દેવીબેન ડાયાભાઇ (ભરવાડ) 15 જી.આઇ.ડી.સી. હળવદ

9 ભરવાડ રાજીબેન ડાયાભાઇ 41 જી.આઇ.ડી.સી. હળવદ

10 પીરાણા રમેશભાઇ નરશીભાઇ 51 જી.આઇ.ડી.સી. હળવદ

11 પીરાણા કાજલબેન રમેશભાઇ 20 જી.આઇ.ડી.સી. હળવદ

12 મકવાણા રાજેશભાઇ જેરામભાઇ 39 જી.આઇ.ડી.સી. હળવદ

લાઈસન્સ વગર ધમધમતી ફેકટરી બંધ કરવા નોટિસ

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ વર્કસ નામની ફેકટરીમાં 30થી 40 જેટલા મજૂરો કામ કરતા હતા ફેકટરી એકસ મુજબ 10થી વધુ મજૂશ્રી કામ કરતા હોય તેઓએ લાયસન્સ લેવાનું ફરજીયાત હોવા છતા સાગર સોલ્ટના ત્રણ ભાગીદારો વગર લાયસન્સે ફેકટરી ચલાવતા હોવાનું તંત્રના ધ્યાન પર આવતા વિજ જોડાણ કાપી નાખી ફેકટરી બંધ કરી દેવા નોટીશ ફટકારવામાં આવી છે.

કોલમ બીમ વગર ફરી દીવાલ ઉભી કરાઇ

હળવદ જીઆઇડીસીમાં ગઇકાલે સર્જાયેલી દૂઘર્ટનામાં નિમિત બનેલી તોતીંગ દિવાલ વાવાઝોડામાં ઘાટાશાયી થયા બાદ કોલમ બીમ વગર ફરી ઉભી કરી દેવાઇ હતી એટલું જ નહીં દિવાલની બીજીબાજુ મીઠાની 300થેલીનો ખડકલો કરી દેવામાં આવતા તેના પ્રેસરના કારણે દિવાલ ઘસી પડી હોવાનું તપાસશીશ અધિકારીએ જણાવ્યું છે.

અમુક શ્રમિકો જમવા ગયા’ને બચી ગયા

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ વર્કસમાં ગઇકાલે બપોરે 12 વાગ્યે સર્જાયેલી દૂઘર્ટનામાં 12 શ્રમીકોના દિવાસ નીચે દબાઇ જવાથી મૃત્યુ નિપજયા છે ત્યારે અમુક શ્રમીકો જમવા ગયા હતા જેના કારણે બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મીઠાની થેલી પેકીંગ કરવા માટે 30 જેટલા મજૂરો કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ફેકટરીના માલિકો સામે બેદરકારીનો ગુનો નોંધાશે?

હળવદ જીઆઇડીસીમાં લાયસન્સ કે મજૂરી માટે સુરક્ષાના કોઇ પણ જાતના સાધનો વગર વર્ષોથી ધમધમતી સાગર સોલ્ટ વર્કસ નામના કારખાનાના માલીકે બે રાજસ્થાની અને એક હળવદના ટીકર ગામના શખ્સ સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ત્રણેય માલીકો સહિતના જવાબદારો સામે બેદરકારીનો ગુનો નોંધાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.