યુક્રેન પર હુમલો થયો તો દુનિયાભરનું અર્થતંત્ર ડામાડોળ થશે? જાણો હકીકત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2022

છેલ્લાં કેટલાંક દિવસથી રશિયા અને યુક્રેનની વચ્ચે તણાવનો માહોલ છે. સ્થિતિ એટલી બગડી ચૂકી છે કે રશિયાની તરફથી યુક્રેન પર હુમલા સુધ્ધાંની તૈયારી થઇ રહી છે. આ બધું જોઇને દુનિયા આખીની ચિંતા વધી ગઇ છે અને તેને રોકવાની ઇચ્છા વ્યકત કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા અમેરિકા અને બ્રિટને ચેતવણી આપી છે કે જો રશિયા એ યુક્રેન પર હુમલો કર્યો તો રશિયા ડોલર કે પાઉન્ડમાં કોઇપણ ટ્રાન્ઝેકશન કરી શકશે નહીં. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું ખરેખર રશિયાને આ ચેતવણીથી કોઇ ફરક પડે છે કે નહીં તે શું કરવા માંગે છે. આવો સમજીએ ડોલર અને પાઉન્ડ સુધી પહોંચ ના હોવાથી રશિયા પર શું અસર પડી શકે છે.

તાજેતરમાં જ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને કહ્યું છે કે જો રશિયાની તરફથી પાડોશી દેશ યુક્રેન પર હુમલો થાય છે તો રશિયન કંપનીઓનું ડોલર અને પાઉન્ડનું એક્સેસ ખત્મ કરી દેવાશે. અમેરિકા અને બ્રિટન આ હુમલાને રોકવાની દરેક શકય કોશિશ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જો આ હુમલો થાય છે તો બીજા વિશ્વ યુદ્ધ બાદ આ સૌથી મોટો વિવાદ બની શકે છે. સમાચાર એ પણ છે કે હુમલો થવાની શકયતામાં અમેરિકા સખ્ત એકશન લેતા રશિયાની બેન્કો સાથે સંબંધ તોડી શકે છે.

ડોલર-પાઉન્ડ સુધી પહોંચ ના હોવાથી શું થશે નુકસાન?

રશિયા હાલના સમયમાં તેલ, ગેસ અને મેટલનું એક્સપોર્ટ કરનાર એક મોટો દેશ છે. તેની ડીલ મોટાભાગે ડોલર અને પાઉન્ડમાં જ થાય છે. જો રશિયાની કંપનીઓને ડોલર અને પાઉન્ડમાં ટ્રાન્ઝેકશનની મંજૂરી મળશે નહીં તો તેના બિઝનેસ પર ઘણી અસર પડી શકે છે. જો રશિયાની બેન્કો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તો તેનાથી બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ પર પણ અસર પડશે.

રશિયા પણ કંઇ ઓછું નથી, તેણે સંપૂર્ણ તૈયારી કરી છે

એવું નથી કે અમેરિકા અને બ્રિટને જો કહી દીધું તો બાકીની બધી દુનિયા તેનાથી ડરેલી જ રહે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પહેલાં જ ડોલરથી પોતાની નિર્ભરતા ઘટાડવાની શરૂઆત કરી દીધી છે. તો કેટલીય વખત કહી પણ ચૂકી છે કે ધીમે-ધીમે તેઓ ડોલરથી પોતાની નિર્ભરતા ખત્મ કરી દેશે. રશિયાની સૌથી મોટી તેલ કંપની Rosneft પહેલાં જ ડોલરને છોડીને સંપૂર્ણપણે યુરો પર શિફ્ટ થઇ ગઇ છે. જેથી કરીને અમેરિકાના પ્રતિબંધોની તેના પર અસર નપડે.