હવે 12થી 18 વર્ષના કિશોરોને લાગશે વેક્સિન,નવી રસીને મંજૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2022

ભારત સરકારે 12-18 વર્ષની વય જૂથ માટે Corbevax રસીને અંતિમ મંજૂરી આપી છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI)એ 12-18 વર્ષની વયના બાળકો માટે બાયોલોઝિકલ ઈ ની કોરોના વેક્સિન Corbevaxને અંતિમ મંજૂરી આપી દીધી છે.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, ભારત સરકારે ગયા વર્ષે બાયોલોજિકલ ઇની કોર્બેવેક્સને મંજૂરી આપી હતી. જો કે આજે તેને ડીસીજીઆઈની અંતિમ મંજૂરી પણ મળી ગઈ છે. આ રસી 12-18 કેટેગરીના લાભાર્થીઓને આપવામાં આવશે.

નોંધનીય છે કે ભારત સરકારે Corbevaxના 5 કરોડ ડોઝ ખરીદવા માટે ઓર્ડર આપ્યા છે. જેની કિંમત 145 રૂપિયા હશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ ઈ. લિમિટેડની Corbevax રસીને કોરોનાના બૂસ્ટર ડોઝ માટે ટ્રાયલ માટે મંજૂરી મળી હતી.કંપની દર મહિને 7.5 કરોડ ડોઝ બનાવવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે ફેબ્રુઆરી 2022થી તે દર મહિને 100 કરોડથી વધુ રસીના ડોઝનું ઉત્પાદન કરશે.