આ તારીખ પછી તમારું DL થઈ જશે પસ્તી, જાણો નવો નિયમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-02-2022

ડ્રાઈવિંગ લાયસન્સની સાથે જોડાયેલા એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પરિવહન વિભાગના દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) રાખનારા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાને લઈને આખરી અવસર આપ્યો છે. પરિવહન વિભાગે દેશના તમામ જિલ્લાના ડીટીઓને કહ્યું છે કે હસ્તલિખિત DLને જલ્દી ઓનલાઈન કરાવી લે. વિભાગનું કહેવું છે કે બેકલોક એન્ટ્રીની વ્યવસ્થા ભારત સરકારના સારથી વેબપોર્ટલ પર 12 માર્ચ સુધી જ મળશે. આ માટે 12 માર્ચ બાદ હસ્તલિખિત લાયસન્સને માટે ડ્રાઈવિંગ લાયસન્સના બેકલોક એન્ટ્રી કરી શકાશે નહીં.

કયા પ્રકારના લાયસન્સને ઓનલાઈન કરાશે

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આદેશ બાદ ડ્રાઈવિંગ લાયસન્સ ધારક, જેમનું ડીએલ બુકલેટ કે હાથથી લખીને જાહેર કરાયું છે કે ફોર્મ કે બુકલેટ જેવું છે તે તમામ ઓનલાઈન કરાશે. આ લોકો માટે 12 માર્ચે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના જિલ્લા પરિવહન કાર્યાલયમાં મૂળ લાયસન્સની સાથે ઓનલાઈન એન્ટ્રી કરવાનું અનિવાર્ય રહેશે. પરિવહન વિભાગે આ સંબંધમાં રાજ્યના તમામ આરટીઓને આદેશ જાહેર કર્યા છે.

હસ્તલિખિત DLનું હવે શું થશે

હસ્તલિખિત ડીએલને રાખવામાં ઘણી તકલીફ આવી રહી છે. તેના પલળી જવાનો, ફાટી જવાનો કે ખરાબ થવાનો ડર હંમેશા રહે છે. પણ ચિપવાળા કાર્ડના ખરાબ થવાનો ડર રહેતો નથી. સાથે લાયસન્સ ચેકિંગ સમયે તેના ડીએલને લઈને પણ શંકા રહેતી નથી. ઓનલાઈન થયા બાદ ડીએલની તમામ જાણકારી સારથી પોર્ટલ પર મળી રહેશે. જેને કોઈ પણ જોઈ શકશે નહીં.

DLની જાણકારી ઓનલાઈન સરળતાથી મળશે

કોરોનામાં સામાન્ય લોકોને અનેક સુવિધાઓ મળી રહી છે. આ સમયે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પણ ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પરમિટ સહિત આરટીઓ સાથેના કામને વારે વારે તારીખ વધારી દેવાઈ છે પરંતુ હવે આમાં છૂટ મળી છે. એવામાં DLને આધાર સાથે લિંક કરવાનું જરૂરી બન્યું છે. પરિવહન વિભાગ ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડને લિંક કરાવવાને લઈને પણ આદેશ જાહેર કર્યા છે.