યુરોપમાં બીજા વિશ્વ યુધ્ધ પછીનુ સૌથી મોટુ લશ્કરી આક્રમણ કરવા જઈ રહ્યા છે પુતિનઃ બ્રિટિશ પીએમની ચેતવણી

રશિયા અને યુક્રેન વચ્ચેના તનાવથી દુનિયા ટેન્શનમાં છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-02-2022

બંને દેશો વચ્ચે સ્થિતિ વધારે વણસી રહી છે ત્યારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યુ છે કે, બીજા વિશ્વ યુધ્ધ બાદ યુરોપમાં સૌથી મોટા હુમલાની તૈયારી રશિયન રાષ્ટ્રપતિ પુતિન કરી રહ્યા છે.પુતિનની યોજના અમલમાં મુકાઈ ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.

જોનસને કહ્યુ હતુ કે, જાસૂસી રિપોર્ટ કહી રહ્યા છે કે, રશિયા બેલારુસમાંથી યુક્રેનની રાજધાની કીવને ઘેરીને હુમલો કરવાની તૈયારી કરી રહ્યુ છે.

જોનસને કહ્યુ હતુ કે, જે યોજના અમને દેખાઈ રહી છે તે જોતા લાગે છે કે, બીજા વિશ્વયુધ્ધ બાદનુ સૌથી મોટુ લશ્કરી આક્રમણ રશિયા કરશે.જેમાં યુક્રેનની રાજધાની કીવને નિશાન બનાવશે.

તેમણે કહ્યુહતુ કે, લોકોએ સમજવાની જરુર છે કે, જો યુધ્ધ થયુ તો બહુ લોકો જીવ ગુમાવશે.યુક્રેનના પૂર્વ વિસ્તારમાં વિદ્રોહીઓ દ્વારા શરુ કરાયેલા હુમલા પુતિનની યોજનાનો હિસ્સો પણ હોઈ શકે છે.