ગુજરાત ટાઇટન્સે ગુજરાતીઓનાં પતંગના શોખથી પ્રેરિત લોગો બનાવ્યો, Metaverse પર હાર્દિક-શુબમન, નહેરાએ કર્યુ લોન્ચિંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-02-2022

આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) ટીમ ગુજરાતી કલેવર સાથે પોતાનો લોગો લઈને મેદાને આવી છે. આજે ટીમ દ્વારા ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સ (Metaverse) પર પોતાનો લોગો લોન્ચ કર્યો છે. (Gujarat Titans Logo) ટીમ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ મેટાવર્સ પર ચાહકો સાથે આગામી દિવસોમાં સંવાદ કરવામાં આવશે. આજે ગુજરાત ટાઇટન્સનો લોગો લોન્ચ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) શુબમનગીલ (Shubman gill) અને કોચ આશિષ નહેરા (Ashis Nehra) દ્વારા કરવામાં આવ્યું હતું.

મેટવર્સ પર લોગો લોન્ચ કરતા પહેલાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે ‘ અમે કોઈ વાત પર અટકીશું નહીં. આ એક નવી શરૂઆત છે.’ શુબમન ગીલે જણાવ્યું કે ‘પતંગ ગુજરાતીઓનો મોટો શોખ છે અને ઓળખાણ છે.તો અમારી ઓળખાણમાં ગુજરાતીઓના પતંગના શોખને વણી લેવામાં આવ્યો છે. આ લોગો પતંગની ડિઝાઇનથી પ્રેરિત છે’

IPL 2022ની વેબસાઇટ

આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સની વેબસાઇટ www.gujarattitansipl.com લોન્ચ કરવામાં આવી છે. જેમાં ચાહકો ગુજરાત ટાઇટન્સના ડિજિટલ ડગઆઉટમાં ડોકિયું કરી શકશે. પોતાની નોંધણી કરાવી અને ખેલાડીઓ સાથે સંવાદ કરી શકશે. ગુજરાત ટાઇટન્સની ટીમ આગામી સયમમાં પોતાી જર્સી અને ડ્રેસ કોડ પમ લોન્ચ કરશે.

મેટાવર્સ શું છે?  ફેસબુક તેની પ્રેસ રિલીઝમાં મેટાવર્સની વાત કરતા કહે છે કે: મેટાવર્સ એ વર્ચ્યુઅલ સ્પેસનો સમૂહ છે, જ્યાં તમે અન્ય લોકો સાથે તેને એક્સપ્લોર કરી શકો છો. આ એવા લોકો છે જે જેઓ તમારા જેવી ફિજિકલ સ્પેસમાં નથી. તમે મિત્રો સાથે હેંગઆઉટ કરી શકશો, કામ કરી શકશો, રમી શકશો, શીખી શકશો, ખરીદી કરી શકશો, બનાવી શકશો અને ઘણું બધું કરી શકશો.”