છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શિવસેના દ્વારા પુષ્પ વંદના કરી હતી 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-02-2022

(યોગેશ બુધ્ધભટ્ટી દ્વારા) હિન્દુ હિતરક્ષક અને હિંદુત્વના આરાધ્ય દેવ એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતી નિમિત્તે શિવસેના એકમ દ્વારા રાજકોટ રેસકોર્સ ખાતે આવેલી પ્રતિમાને જય ઘોષ સાથે પુષ્પ વંદના કરીને ઉજવણી કરી હતી.

19/02/1627. ના રોજ જન્મેલા શિવાજી મહારાજે મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી ને સમગ્ર ભારતભરમાં ભગવો ધ્વજ લહેરાવી વીરપુરુષ તરીકે ગણાયા હતા આજે પણ હજારો લાખો યુવાનો તેઓના જીવન ચારિત્રનો બોધપાઠ લઈને હિન્દુત્વ માટે કાર્યરત છે

આ પ્રસંગે શિવસેનાના પ્રદેશ અગ્રણી શ્રી જીમ્મી ભાઈ અડવાણી જયપાલ સિંહ જાડેજા ચંદુ ભાઈ પાટડીયા સંજય ટાંક નિલેશ ચૌહાણ બીપીન મકવાણા રવિ ગોંડલીયા હાર્દિક વિઠલાણી કિશન સિધ્ધપુરા નિમેષભાઈ ચાવડા ધવલ ત્રિવેદી સહિતના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસ્વીર: રૂપેશ સોલંકી)