મંત્રી  બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના ગામોનો લોકસંપર્ક કર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-02-2022

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાતયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ શુક્રાવારના રોજ મોરબી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકમાં આવતા ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. મહેન્દ્રનગર બેઠકમાં આવતા ઇન્દીરાનગર, મહેન્દનગર, પીપડી, બેલા, શનાળા (ત) સહિતના ગામોનો પ્રવાસ કરીને મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોનો લોકસંપર્ક સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને સ્થળ પર નિકાલ કરવાના પ્રયાસો કર્યા હતા. મંત્રીના પ્રવાસ દરમિયાન મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓએ સાથે રહીને સ્થાનિક પ્રશ્નોના નિકારણ અંગે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પ્રસંગે વિવિધ સ્થાનો પર સ્થાનિક લોકોને મળીને બ્રિજેશભાઇ મેરજાએ નાગરિકોને પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આગળ આવવા તેમજ પોતે પ્રશ્નોના નિકાલ માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક પ્રશ્નોના ત્વરીત નિકાલ કરવા માટે વહિવટી તંત્રની પણ સરાહના કરી હતી. આ સાથે જ મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યોમાં કોઇ કચાસ કે પાછીપાની નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

        વધુમાં મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે, સતત ૧૮-૧૮ કલાક કામ કરીને લોકોની સેવામાં સતત વ્યસ્ત રહું છું. પોતે ધારાસભ્ય હતા ત્યારે ૬૫૦ કરોડના કામો મંજૂર કરાવ્યા અને બાદમાં મંત્રી બન્યા પછી વધુ ૩૫૦ કરોડ રૂપિયાના કામો મંજૂર કરાવીને કુલે એક હજાર કરોડ રૂપિયાના કામો સમગ્ર મોરબી માળીયા વિસ્તારમાં થઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

        સમગ્ર લોકસંપર્ક વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્ય પ્રવિણભાઇ સોનાગ્રા, તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઇ દેસર, અગ્રણી સર્વે અરવિંદભાઇ વાંસદડીયા,જીગ્નેશભાઇ કૈલા, કિશોરભાઇ ચીખલીયા, રાકેશભાઇ કાવર, ધર્માબેન રૂપાલા, ધનજીભાઇ, વિશાલભાઇ ઘોડાસરા, નિતેશભાઇ, કાનજીભાઇ, વિક્રમસિંહ, ગોરધનભાઇ, ગામના સરપંચઓ તેમજ મામલતદાર ડી.એ. જાડેજા, તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.