જામનગરમાં એ.બી.વી.પી. દ્વારા તામિલનાડુની વિદ્યાર્થીનીને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અપાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2022

તામીલનાડુ રાજ્યમાં ધર્મપરિવર્તનના દબાણના કારણે એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. જે બાબતે એબીવીપી દ્વારા ગઈકાલે જામનગરમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

      તામીલનાડુ રાજ્યની  લાવણયા નામની વિદ્યાર્થીનીને ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરવામાં આવતું હોવાથી તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે ભારે ચકચાર જાગી છે. જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે ડી.કે.વી. સર્કલ પાસે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, અને મૃતક વિદ્યાર્થીનીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.