મોટો ખુલાસો, તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની હત્યાનું ઘડાયું હતું ષડયંત્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2022

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં આજે આરોપીઓને સ્પેશયલ કોર્ટે સજા સંભળાવી છે. આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ કેસના એક આરોપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું. બ્લાસ્ટ કેસના આરોપીઓ પૈકી એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આ અંગે કબૂલાત પણ કરી હતી. આરોપીએ કલમ 164 હેઠળના નિવેદનમાં કબૂલાત કરી હતી કે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું ષડયંત્ર રચાયું હતું.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ માં આજે દોષિતોને સજાની જાહેર કરવામાં આવી છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ કુલ 49 દોષિત પૈકી 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. તો સાથે જ કોર્ટે તમામ આરોપીને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસીક ચુકાદો આવ્યો છે.

38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે. તો સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રુપિયા આપવા આદેશ કરાયો છે. ગત 9 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટે કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.