ડોક્ટરો માટેના ફરજિયાત ઓનલાઇન કોર્સ પણ જીએસટીના દાયરામાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2022

કર્ણાટક એએઆરના નિર્ણયથી શિક્ષણ અને તબીબી સેવા પર ટેકસેશન વિશે ગૂંચવણ વધી

એએઆરના નિર્ણયથી ડોકટરો માટેના ખાસ ઓનલાઈન કોર્સિસ જીએસટીના દાયરામાં આવે છે. આ કારણે શિક્ષણ અને તબિબી સેવા પર ટેકશેસન બાબતે ગૂંચવણ સર્જાઇ છે.

જીએસટી હેઠળ તબિબી સારવાર અને શિક્ષણ કાયદાના પરિઘમાંથી બહાર રખાયા છે પરંતુ કર્ણાટક એએઆરના નિર્ણય મુજબ મેડિકલ કાઉન્સિલે ઠરાવેલા ઓનલાઈન એજ્યુકેશન કોર્સિસ તબિબી સુવિધાની વ્યાખ્યા હેઠળ આવી શકે નહીં, પછી ભલે આવા કોર્સ ડોકટર માટે ફરજિયાત હોય. એએઆરએ પોતાના અર્થઘટનમાં જણાવ્યું છે, કે ડોકટરો માટેના આવા કોર્સ પ્રોફેશ્નલ નથી

અને એક્ઝિક્યુટિવ શિક્ષણ જેવા છે જેથી તે જીએસટીમાં આવે છે.

સીમેપીડિયા, ગેર્ડા ડોકટરોને તેમના વ્યવસાય ધોરણો જાળવી રાખવા આવી સેવા આપે છે. મેડિકલ કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ ડોકટરોએ આવા કોર્સ કરવા પડે છે. ઓનલાઈન ઈન્સ્ટિટ્યુટે સ્પષ્ટા માંગી હતી કે, પેઈડ શૈક્ષણિક અભ્યાસક્રમ જીએસટીમાં આવે છે કેમ? અને જો જીએસટીમાં આવતા હોય તો, ઓનલાઈન કોર્સ માટે લેવાતી ફી જીએસટીમાંથી બાકાત છે કે કેમ? આ કેસમાં આ ઓનલાઈન કંપની શૈક્ષણિક સેવા આપતી ન હોય તેને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી નહોતી.