તૃણમૂલ કોંગ્રેશ સંસદ મહુવા મોઈત્રા દ્વારા સંસદમાં એવું નિવેદન આપવામાં આવેલ કે જૈનોના સંતાનો શેરી ગલીએ નોન વેજ ખાય છે. જૈન સમાજ ઉપર આવી આપત્તીજનક ટિપ્પણી કરી જૈન સમાજ અને સંસદની ગરિમાને હાનિ પહોંચાડેલ છે માટે તેના વિરોધમાં અહિંસાના પાયા પર રચાયેલ સમસ્ત જૈન સમાજ દ્વારા ગુરુવારે દેરાસરજી એથી બાઈક રેલી કાઢી મામલતદાર કચેરી વાંકાનેર ખાતે આવેદનપત્ર આપી વિરોધ કરાયો હતો. (તસવીર: અજય કાંજીયા)