વોડાફોન-આઈડીયા ફાઈવ-જીમાં પણ વોઈસ ઓવર ન્યુ રેડીયો ટેકનોલોજી લાવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-02-2022

હાલ મુશ્કેલીમાંથી બહાર નીકળી રહેલી દેશની નંબર ત્રણ મોબાઈલ કંપની વોડાફોન-આઈડીયાએ હવે ફાઈવ-જી સેવામાં અન્ય તમામથી આગળ નીકળી જવા તૈયારી કરી છે અને તે વોઈસ ઓવર ન્યુ રેડીયો કેપીબીલીટીની ટ્રાયલ સફળતાપુર્વક કરી રહી છે. ફાઈવ-જી વોઈસ ઓવર ન્યુ રેડીયો એ અનેક પશ્ર્ચિમી દેશોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ગુજરાતના ગાંધીનગર અને દિલ્હીમાં નોઈડામાં તેની ટ્રાયલ થઈ હતી. નોકીયા કંપની આ ટેકનોલોજી ધરાવે છે અને તે આવતા જ ફાઈવ-જીનો અનુભવ વધુ બહેતર થઈ જશે. વોઈસ અને ડેટા સર્વિસ પણ વધુ સાર્પ હશે.