વાંકાનેર નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાનનું મોત નીપજ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

(અજય કાંજીયા ) વાંકાનેર શહેર નજીક ટ્રેનની અડફેટે ચડી જતા એક યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે વાંકાનેર રેલ્વે પોલીસે વધુ તપાસ ચલાવી છે , જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના શક્તિપરા સોસાયટી વિસ્તારના રહેવાસી મહીપતભાઈ મનુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૭) નામના યુવાન ટ્રેન નીચે આવી જતા મોત થયું હતું મૃતદેહ રેલ્વે ટ્રેક પર પડ્યો હોય જેના પર રેલ્વે કર્મચારીનું ધ્યાન પડતા રેલ્વે પોલીસને જાણ કરી હતી જેથી રેલ્વે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો છે અને બનાવ મામલે રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે યુવાન માલગાડીની અડફેટે આવી જતા મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે ત્યારે યુવાને આપઘાત કર્યો કે અકસ્માતે ટ્રેન અડફેટે આવી ગયો તે દિશામાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે.