Vi એ ગાંધીનગરમાં 5G ટ્રાયલ દરમિયાન NR ક્ષમતા પર 5G વોઇસ સફળતાપૂર્વક પ્રદર્શિત કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વોડાફોન ઈન્ડિયા લિમિટેડ (વી)એ જાહેરાત કરી છે કે, કંપનીએ ગુજરાતના ગાંધીનગરમાં હાલ ચાલુ 5જી ટ્રાયલ દરમિયાન એના ટેકનોલોજી પાર્ટનર નોકિયા સાથે 5જી વોઇસ ઓવર ન્યૂ રેડિયોનું સફળ પ્રદર્શન કર્યું છે. એક વાર સ્થાપિત થયા પછી વીઓએનઆર સોલ્યુશન વીને એના સબસ્ક્રાઇબર્સને 5જી પર હાઇ-ડેફિનિશન વોઇસ અનુભવ તેમજ ભવિષ્યમાં કેટલીક અદ્યતન વોઇસ એપ્લિકેશન્સ અને યુઝ કેસ માટે સક્ષમ બનાવશે.

વીએ ગુજરાતના ગાંધીનગરમાં અને મહારાષ્ટ્રમાં પૂણેમાં સરકારે ફાળવેલા 5જી સ્પેક્ટ્રમ પર 5જી પરીક્ષણો હાથ ધર્યા છે.

વીઓએનઆર પરીક્ષણો નોકિયાના વિસ્તૃત સોલ્યુશન્સ પોર્ટફોલિયો પર હાથ ધરવામાં આવ્યાં હતાં, જેમાં એના એરસ્કેલ 5જી RAN, 5જી સ્કોર અને આઇપી મલ્ટિમીડિયા સબસિસ્ટમ (આઇએમએસ) વોઇસ કોર સામેલ છે. એક વાર વાણિજ્યિક ધોરણે સ્થાપિત થયા પછી સોલ્યુશન વિશ્વસનીય, લૉ લેટન્સી નેટવર્ક પર યુઝને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરી શકે છે, કારણ કે એમાં બંને વોઇસ અને ડેટા સેવાઓ માટે 5જી નેટવર્કનો ઉપયોગ થશે.

વોડાફોન આઇડિયા લિમિટેડના સીટીઓ જગબીર સિંઘના જણાવ્યા મુજબ, “અમે અમારા 5જી પરીક્ષણો દરમિયાન ડિજિટલ ઉદ્યોગ સાહસો અને ઉપભોક્તાઓને નેટવર્કનો શ્રેષ્ઠ અનુભવ અને પ્રસ્તુત યુઝ કેસ પૂરા પાડવા ટેકનોલોજી સમાધાનોનું પરીક્ષણ કર્યું છે. દેશમાં સૌથી વધુ ઝડપી 5જી સ્પીડ પ્રાપ્ત કરીને અને બહોળી સંખ્યામાં યુઝ કેસનું પ્રદર્શન કરીને અમે હવે વીઓએનઆર સેવાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે 5જી નેટવર્ક પર નોકિયામાંથી ટેકનોલોજી સમાધાનોનો ઉપયોગ કરીને કોલની શ્રેષ્ઠ ગુણવત્તા પૂરી પાડશે. મને ખાતરી છે કે, ડિજિટલ ઇન્ડિયા માટે શ્રેષ્ઠ નેટવર્ક પ્રદાન કરવા અમારા સતત પ્રયાસોથી ભવિષ્યમાં અમને શ્રેષ્ઠ વોઇસ અને ડેટા સર્વિસીસ પ્રદાન કરવાનું જાળવી રાખવામાં મદદ મળશે.”

નોકિયાનું વીઓએનઆર સોલ્યુશન સર્વિસ પ્રોવાઇડર્સને અનેક નવી અને લાભદાયક વોઇસ-આધારિત એપ્લિકેશન ઓફર કરવામાં મદદ કરે છે, જેમ કે રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન તથા જોડાણ અને વર્ચ્યુઅલ રિયાલિટી યુઝ કેસ માટે શ્રેષ્ઠ વોઇસ.

નોકિયા આઇએમએસ વોઇસ કોર નવીન એપ્લિકેશન્સ અને યુઝ કેસ દ્વારા આવકના નવા સ્તોત્રો સેવા પ્રદાતાઓને પ્રદાન કરશે, જેમાં વોઇસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અતિ-જરૂરી કાર્યકારી લવચિકતા પૂરી પાડે છે અને નેટવર્ક મેનેજમેન્ટનો ઓછો ખર્ચ આવે છે.

અગાઉ ગાંધીનગરમાં નોકિયા સાથે પોતાના 5જી પરીક્ષણો દરમિયાન વીએ 4 જીબીપીએસથી વધારે સ્પીડ રેકોર્ડ કરી હતી અને એઆઈ આધારિત વીઆર સ્ટ્રીમિંગ, રોલર કોસ્ટર ગેમિંગ, વીઆર 5જી કનેક્ટેડ સ્કૂલ્સ અને 360 ડિગ્રી વીઆર કન્ટેન્ટ પ્લેબેક જેવા વિશિષ્ટ ઉપભોક્તા યુઝ કેસ પ્રદર્શિત કર્યા હતા. વીએ નોકિયાનાં 5જી રેડિયો એક્સેસ નેટવર્ક (RAN) અને 5જી કોરનો ઉપયોગ પણ કર્યો હતો, જેણે સુરક્ષિત નેટવર્ક સ્લાઇસિંગ યુઝ કેસ સફળ પ્રદર્શિત કર્યા તેમજ ગાંધીનગરમાં ગ્રામીણ બ્રોડબેન્ડ જોડાણ પ્રદાન કરવા મિડ-બેન્ડમાં 5જીની ઉપયોગિતાનું પરીક્ષણ કર્યું હતું.