મોરબીમાં ગ્રામસેવક ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાત માટેનો પરિપત્ર રદ કરવા માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

મોરબીમાં ગ્રામસેવકની ભરતીને લઈને તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્રને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ઉપરોક્ત વિષય અન્વયે કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ છે કે તા.11-1-2022 ના રોજ પંચાયત વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર થયું છે જેમાં ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર બી.એસ.સી હોર્ટિકલચર, બીઇ એગ્રીકલ્ચરનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને બીઆરએસના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવા જઈ રહ્યો છે. કૃષિક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ગ્રામસેવક પુરતી જ રોજગારીની તક રહેલી છે તેમજ વર્ગ-3 ની તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે,

જ્યારે બી.એસ.સી એગ્રીકલ્ચર બી.એસ.સી હોર્ટિકલચર , બીઇ ( એગ્રીકલ્ચર ) વગેરેને એગ્રીકલ્ચર ઓફીસર , વિસ્તરણ અધિકારી ખેતી બાગાયત વિભાગમાં જેવી અનેક ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેના પૂરતી તકો રહેલી છે (તે તમામ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાના અભ્યાસક્રમો અને બીઆરએસને લાયક ગણવામાં નથી આવી રહ્યા) ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર , બી.એસ.સી હોર્ટિકલચર ઇઊ એગ્રીકલ્ચર નું શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી આડકતરી રીતે ઉચ્ચ ડિગ્રીઓ સાથે ડિપ્લોમાં અને બીઆરએસની સ્પર્ધા કરાવવી એ ગ્રામસેવક ભરતી નિયમોમાં ડિપ્લોમા અને બીઆરએસનો સમાવેશ ન બરાબર છે. કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓ માટેની ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર , બી.એસ.સી હોર્ટિકલચર , ઇઊ એગ્રીકલ્ચરનો સમાવેશ કરવાથી ઇછજ અને કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા સાથે સીધો જ અન્યાય છે.વળી તા.25-11-2019 ના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી માટેના નવા નિયમો બનાવવામાં આવેલા તેમાં પણ બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, ઇઊ એગ્રીકલ્ચરનો સમાવેશ કરેલ નથી અને ત્યારબાદ એકપણવાર ભરતી થઈ નથી ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસ ના વિદ્યાર્થીઓ સાથે સીધો જ અન્યાય છે.

સબંધિત વિભાગો દ્વારા કોઈપણ નિર્ણયથી વિદ્યાર્થીઓ સાથે અહીંત ન થાય તે માટે અગાઉ તા.17-9-2021 ના રોજ તેમજ 27-12-2021 ના રોજ અનેક આવેદનપત્રો દ્વારા તેમજ 27-12-2021 ના રોજ પંચાયત મંત્રી, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને પત્ર દ્વારા રજુઆત કરી હતી, તેમ છતાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને ઇછજ ના વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હોઈ તેવું ધ્યાને આવે છે .

આમ છતાં ડિપ્લોમા અને બતિ ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓના સંગઠનો દ્વારા દરેક જિલ્લાઓમાં આવેદનપત્રો આપ્યા અને સચિવાલય ખાતે રજૂઆતો કરવામાં આવી આમ છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવ્યો માટે આજે ફરી રાજ્યના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર દ્વારા સરકારને જાણ કરીએ છે કે આ આવેદનપત્રો બાદ તાત્કાલિક ધોરણે તા.11-1-2022 નો પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસ ના વિદ્યાર્થીઓ સાથે મળી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પોતે પોતાનો પરિવાર કુટુંબ, મિત્રો અને દરેક મત વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનું અભિયાન ચલાવશે જેની ગંભીરતાથી નોંધ લેવાની મુખ્ય માંગણી કરાયેલ છે જેમા ગ્રામસેવક ભરતી નિયમોમાં ઉચ્ચ ડિગ્રીઓને સમાવેશ કરતો તા.11-1-2022 નો પરિપત્ર રદ કરવામાં આવે, તા.1-1-2018 ના નિયમો મુજબ ભરતી કરવામાં આવે જેથી કૃષિ ક્ષેત્રના તમામ ડિપ્લોમા અને બીઆરએસ ને રોજગારી મળી રહે તે માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસ ના વિદ્યાર્થીઓ વતી વાકાનેર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.