17 ફેબ્રુઆરીના રોજ રાજ્યના તમામ CNG પંપ ત્રણ કલાક માટે રહેશે બંધ, ફટાફટ જાણો સમય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના (Federation of Gujarat Petroleum Dealer’s Association) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનની માથાકૂટ ચાલી રહી છે. જોકે 1 જુલાઈ 2019માં માર્જિન વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 30 મહિના વીતી ગયા છે પરંતુ ઓઇલ કંપની દ્વારા માર્જિન વધારવામાં આવ્યુ નથી. અનેક વખતની રજુઆત બાદ કોઈ સમાધાન ન થતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના (Gujarat CNG Pump) તમામ 1200 સીએનજી પંપ પર 17 ફેબ્રુઆરીના બપોરે 1થી 3 સીએનજી ગેસ વેચાણ બંધ રાખશે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જણાવે છે કે, સીએનજીનું ડીલર માર્જિન 1 જુલાઈ 2091ના રોજ વધારવાનું નક્કી કર્યુ હતુ. જેને આજે 30 મહિના થઇ ગયા છતાં ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. જોકે, અત્યારે 1.70 પૈસા માર્જિન મળે છે અને 2.50 પૈસા માર્જિન વધારવા માટેની માંગ કરવામાં આવી છે. પરંત ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરવા છતાં માર્જિન વધારો કરવામાં આવ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યુ કે, જેના કારણે 17 ફેબ્રુઆરી 2022ના ગુજરાતના 1200 સીએનજી પંપ પર બપોરના 1થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચારી છે કે, ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.

સીએનજી ગેસના માર્જિન 1.70 પૈસા માંથી 2.50 પૈસા કરવા

ડીલર્સની માંગ છે કે, માર્જિનમાં વધારો થાય કે નહીં પરંતુ 17 ફેબ્રુઆરીના સીએનજીનું વેચાણ 1 થી 3 કલાક બંધ રહેવાના કારણે સીએનજી વાહન ચાલકો મુશ્કેલી મુકાશે. ઇમરજન્સી કામ માટે બહાર નીકળી રહ્યા હશે અને ગાડીમાં ગેસ નહિ હોય તો મુશ્કેલી સર્જાશે. જોકે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચીમકી બાદ કોઈ નિર્ણય ઓઇલ કંપની દ્વારા લે છે કે નહીં તે જોવું રહ્યું.