(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022
જિયો પ્લેટફોર્મ લિમિટેડ (“JPL”), ભારતનું અગ્રણી ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર અને SES, અગ્રણી વૈશ્વિક ઉપગ્રહ-આધારિત કન્ટેન્ટ કનેક્ટિવિટી સોલ્યુશન્સ પ્રોવાઇડરે આજે તેના સંયુક્ત સાહસ – જિયો સ્પેસ ટેક્નોલોજી લિમિટેડ – નામના સંયુક્ત સાહસની રચનાની જાહેરાત કરી છે – આ સંયુક્ત સાહસ સેટેલાઇટ ટેક્નોલોજીનો લાભ લઈને આગામી પેઢીની પોસાય તેવી અને આધુનિક બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડશે. JPL અને SES સંયુક્ત સાહસમાં અનુક્રમે 51% અને 49% ઈક્વિટી હિસ્સો ધરાવશે. આ સંયુક્ત સાહસ જીઓસ્ટેશનરી (જીઈઓ) અને પૃથ્વીની મધ્યમ ભ્રમણકક્ષા (MEO)માં સ્થાપિત સેટેલાઇટ્સ સહિતના મલ્ટિ-ઓર્બિટ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરીને મલ્ટી-ગીગાબીટ લિંક્સ પૂરી પાડશે અને ભારત તથા આસપાસના દેશોમાં એન્ટરપ્રાઈઝ, મોબાઈલ બેકહોલ અને છૂટક ગ્રાહકોની ક્ષમતાને સશક્ત બનાવશે.
આ સંયુક્ત સાહસ ભારતમાં SESના પહેલેથી મોજૂદ અમુક આંતરરાષ્ટ્રીય એરોનોટિકલ અને મેરીટાઇમ ગ્રાહકોને બાદ કરતાં સેટેલાઇટ ડેટા અને કનેક્ટિવિટી સેવાઓ પ્રદાન કરવા માટેનું અગ્રણી માધ્યમ બનશે. તેની પાસે SES થી 100 Gbps ક્ષમતા સુધીની ઉપલબ્ધતા હશે અને ભારતમાં ઉપલબ્ધ બજારની તકોનો લાભ લેવા આ સંયુક્ત સાહસ Jioની ક્ષમતાઓનો લાભ લેશે. મૂડીરોકાણના આયોજનના ભાગરૂપે આ સંયુક્ત સાહસ ભારતમાં સેવાઓ પ્રદાન કરવા માટે દેશમાં જ વ્યાપક ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. આ સંયુક્ત સાહસના એન્કર ગ્રાહક તરીકે જિયો દ્વારા કુલ US $100 મિલિયનના ગેટવેય્ઝ અને સાધનોની ખરીદીની સાથે સાથે ચોક્કસ સીમાચિહ્નો પર આધારિત મલ્ટી-યર કેપેસિટી પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.
આ સંયુક્ત સાહસ ભારતને સેવા પૂરી પાડનાર SES-12, SES ના ઉચ્ચ થ્રોટપૂટ GEO સેટેલાઇટ અને O3b mPOWER, SESનો નેક્સ્ટ જનરેશન MEO ઉપગ્રહનો લાભ લઈને, જિયો પોતાના નેટવર્કનો વિસ્તાર કરશે, તેના પરિણામે ડિજિટલ સેવાઓ અને એપ્લિકેશન્સની ઍક્સેસમાં વધારો થશે. જિયો આ સંયુક્ત સાહસને સેવાઓ અને ગેટવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીની સેવાઓ પૂરી પાડશે.
કોવિડ-19એ જેમ દર્શાવ્યું છે તેમ ડિજિટલ અર્થતંત્રમાં સંપૂર્ણ ભાગીદારી માટે બ્રોડબેન્ડની ઉપયોગિતા અત્યંત અનિવાર્ય છે. આ સંયુક્ત સાહસ ભારતના અંતરિયાળ બિનજોડાણવાળા વિસ્તારોને ડિજિટલી જોડવા માટે ઉત્પ્રેરક બનશે અને આ પ્રદેશોમાં ડિજિટલ સેવાઓની સંપૂર્ણ શ્રેણી ઊભી કરશે, જે અંતરિયાળ વિસ્તારોને આરોગ્ય સેવાઓ પ્રદાન, સરકારી સેવાઓ અને અંતર શિક્ષણની તકો પૂરી પાડશે.
જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું કે, “જ્યારે અમે અમારી ફાઇબર-આધારિત કનેક્ટિવિટી અને FTTH બિઝનેસ અને 5Gમાં રોકાણનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે SES સાથેનું આ નવું સંયુક્ત સાહસ મલ્ટિગીગાબીટ બ્રોડબેન્ડની વૃદ્ધિને વધુ વેગ આપશે. સેટેલાઇટ કમ્યુનિકેશ સેવાઓ દ્વારા મળનારા કવરેજ અને ક્ષમતા થકી Jio દૂરના શહેરો અને ગામડાઓ, સરકારી સંસ્થાઓ અને ગ્રાહકોને નવા ડિજિટલ ઈન્ડિયામાં જોડવામાં સક્ષમ બનાવશે. અમે SESના નવીન નેતૃત્વ અને સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીમાં નિપૂણતા સાથે અમારી વિશાળ પહોંચ અને ગ્રાહકોના વિશાળ સમૂહને જોડતી નવી સફર માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
SESના CEO સ્ટીવ કોલરે જણાવ્યું કે, “JPL સાથેનું આ સંયુક્ત સાહસ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે SES કેવી રીતે ઉચ્ચ ગુણવત્તાની કનેક્ટિવિટી પહોંચાડવા માટે સૌથી વધુ વ્યાપક પાર્થિવ નેટવર્ક થકી લાખો લોકોના જીવન પર સકારાત્મક અસર કરી શકે છે. અમે આ સંયુક્ત સાહસની રાહ જોઈ રહ્યા છીએ જેના દ્વારા અમે ભારતમાં ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવી શકીએ છીએ.”
આ સંયુક્ત સાહસ વૈવિધ્યપૂર્ણ માળખાગત સુવિધાઓ વિકસાવીને સંકલિત અને અવરોધરહિત કનેક્ટિવિટી પ્રદાન કરવા માટેના માનનીય વડાપ્રધાનના ‘ગતિ શક્તિઃ મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટેના નેશનલ માસ્ટર પ્લાન’ સાથે સુસંગત છે. ભારતના માનચિત્ર પર દરેક ભારતીય નાગરિક માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો વિસ્તાર થકી નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018માં મેળવવામાં આવેલી કનેક્ટ ઇન્ડિયાની સિદ્ધિઓને પણ આ સાહસની સેવાઓ વેગ મળશે.